Western Times News

Gujarati News

દીલજીત દોસાંઝે ફરી ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરી

મુંબઈ, દિલજીત દોસાંઝ ફરી ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ કરી રહ્યો છે. ખુદ દિલજીતે આ વાત કન્ફર્મ કરી હતી. દિલજીતે પંજાબમાં ચાલી રહેલાં શૂટિંગની તસવીરો શેર કરીને આ જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા વિશે તેણે વધારે વિગતો આપી ન હતી. તેણે સેટ પરની પોતાની દિનચર્યા વિશે એક વ્લોગ જ રજૂ કર્યાે હતો. તેના તથા ઈમ્તીયાઝના બંનેના ચાહકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે દિલજીત અંગાઉ ઈમ્તિયાઝ અલીની ‘અમરસિંઘ ચમકીલા’માં કામ કરી ચૂક્યો છે. દિલજીત તથા પરિણિતિ ચોપરાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ મ્યુઝિકલ ફિલ્મ ભારે વખણાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.