રિચા ચઢ્ઢાએ બે વર્ષના બ્રેક બાદ ફરી કામ શરૂ કર્યું
મુંબઈ, રિચા ચઢ્ઢાએ બે વર્ષ પછી ફરી કામ શરુ કરી દીધું છે. તેણે એક સેટ પરથી પોતાની તસવીરો શેર કરી હતી. દીકરી ઝુની રિચાને મેક અપ લગાવી દેવાનો પ્રયાસ કરતી હોય તેવી તસવીરનું ચાહકોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. રિચાએ દીકરી ઝુનીના જન્મ બાદ બે વર્ષનો બ્રેક લીધો હતો.
પુનરાગમનની પોસ્ટ કરતાં રિચાએ જણાવ્યું હતું કે પોતે બહુ વહેલી તકે કામ પર પાછી ફરવા માગતી હતી. પરંતુ, પોતે તે માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર ન હતી. તેણે સ્વીકાર્યું હતું કે માતૃત્વ બહુ કપરી ફરજ છે અને તે માટે બહુ જ બધા લોકોના સપોર્ટની જરુર પડતી હોય છે. તેણે પતિ અલી ફઝલ સહિત અનેક લોકોનો સપોર્ટ માટે આભાર માન્યો હતો.
રિચાએ શબાના આઝમી, દિયા મિર્ઝા, દિવ્યા દત્તા, ઉર્મિલા માતોંડકર, કોંકણા સેન શર્મા, વિદ્યા બાલન સહિતની હિરોઈનો સાથે પોતાની તસવીર શેર કરી તેમને પોતાની સપોર્ટ સિસ્ટમ ગણાવ્યાં હતાં. રિચાએ સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી પોતાને થયેલા ખરાબ અનુભવોની પણ વાત કરી હતી. રિચા હવે ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ નામની ફિલ્મમાં દેખાવાની છે.SS1MS
