પ્રસિદ્ધ ગાયક લકી અલી 20 ડિસેમ્બરે અમદાવાદમાં ‘Re:Sound’ ઈન્ડિયા ટુર લાવે છે
લકી અલીના જણાવ્યા મુજબ આ તેમની આખરી મોટી ટુર હોઈ શકે છે, દિલ્હી, જયપુર અને બેંગાલુરુમાં સફળ શૉ બાદ તેઓ હવે અમદાવાદના મહેમાન બની રહ્યા છે
દિલ્હી, જયપુર અને બેંગાલુરુમાં મોટી સંખ્યામાં પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા બાદ લકી અલી હવે સાવન્ના પાર્ટી લૉન ખાતે 20 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદમાં તેમનું સંગીત લઈને આવી રહ્યા છે. આ ઇવેન્ટ JetSynthesys ની લાઇવ એક્સપિરિયન્સ આર્મ JetALive દ્વારા આયોજિત તેમની હાલની Re:Sound ઈન્ડિયા ટુરનો ભાગ છે. આ ટુર બે દાયકાના સંગીત, બદલાતી સ્ટાઇલ અને વિવિધ પેઢીના શ્રોતાઓ સાથેના જોડાણને દર્શાવે છે.
આ પ્રવાસ વિશે લકી અલીએ તેને “અત્યાર સુધી તેમણે કરેલા બધા કામની પરાકાષ્ઠા અને કંઈક નવું કરવા તરફનું આગળનું પગલું” ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે “અમે 25 વર્ષ કરતા વધુ સમયથી પર્ફોર્મ કરી રહ્યા છીએ અને દરેક કોન્સર્ટ એક નવી શરૂઆત જેવી લાગે છે. સ્ટેજ પર ફક્ત હું જ નથી, અમે બધા, બેન્ડ અને પ્રેક્ષકો, સાથે મળીને ગાઈ રહ્યા છીએ.”
આ તેમની અંતિમ મુખ્ય ટુર હોઈ શકે છે તેવો સંકેત આપતા તેમણે જણાવ્યું હતું કે, “આ એવી ટુર છે જ્યાં મને લાગે છે કે લોકો સાથે આ મારો છેલ્લો જાહેર સંપર્ક હશે”. આ એ ભાવના છે જે શિડ્યૂલ પરના દરેક શહેરને વધારાનું મહત્વ આપે છે.
‘ઓ સનમ’, ‘ના તુમ જાનો ના હમ’ અને ‘ગોરી તેરી આંખે કહેં’ જેવા ક્લાસિક ગીતો માટે જાણીતા લકી અલીની કોન્સર્ટ લાંબા સમયથી તેમના સ્ટ્રિપ્ડ-બેક, ભાવનાઓ જગાવતા વાતાવરણ માટે જાણીતી છે. તેઓ ઘણીવાર કહે છે કે “જ્યારે લોકો તમારી સાથે ગાય છે, ત્યારે તે જ તેને ખાસ બનાવે છે.”
આ ટુર પહેલી વાર અમદાવાદમાં યોજાઈ રહી છે ત્યારે ચાહકો એવી સાંજની અપેક્ષા રાખી શકે છે જે જૂની યાદોને નવી ઊર્જા સાથે મિશ્રિત કરે છે. ઇવેન્ટમાં રજૂ થનાર ગીતોના લિસ્ટમાં તેમના આલ્બમ્સ સુનો, સિફર અને તેમના સ્વતંત્ર રિલીઝના ગીતો સામેલ છે, જેમાંથી કેટલાક ભાગ્યે જ લાઈવ રજૂ કરવામાં આવ્યા છે. “પ્રેક્ષકોનો પ્રેમ અને ભાગીદારી મને કંઈક વધુ કરવા માટે પ્રેરણા આપે છે” એમ તેમણે જણાવ્યું હતું.
Re:Sound India Tour એ JetSynthesys ના નવા વર્ટિકલ, JetALive હેઠળની પ્રથમ લાઇવ ઇવેન્ટ પ્રોપર્ટી છે. જયપુરથી, આ ટૂર મુંબઈ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ તરફ આગળ વધે છે.
Event Details
Date: 20 December 2025 (Saturday)
Venue: Savanna Party Lawn, Nr applewoods, Sardar patel ring road, Shela Rd, Ahmedabad, Gujarat 380057
Time: 7:00 PM onwards Ticketing Partner: BookMyShow
