Western Times News

Gujarati News

ઇન્ડસઇન્ડ ઇન્શ્યોરન્સે ડિજિટલ-ફર્સ્ટ મોટર ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ડિલિવર કરવા સિટ્રોન સાથે ભાગીદારી કરી

  • ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ ઇન્શ્યોરન્સની વિશાળ શ્રેણી અને ફ્લેક્સિબિલિટી
  • મનની શાંતિ માટે ઝડપી, સમસ્યા-મુક્ત ક્લેમ સેટલમેન્ટ અને સંપૂર્ણ ડિજિટલ અનુભવ

Mumbai, ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (અગાઉ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી)એ ​​ગ્રાહકો માટે કાર માલિકીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સિટ્રોન ઇન્ડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ મહત્તમ સુવિધા, આત્મવિશ્વાસ અને સુરક્ષા પ્રદાન કરવા માટે કરવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક સિટ્રોન ગ્રાહક પહેલા દિવસથી જ ચિંતામુક્ત મુસાફરીનો આનંદ માણી શકે.

આ ભાગીદારી સાથે અમે ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ મોટર ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની વિશાળ શ્રેણી દ્વારા ઉત્તમ સુવિધા અને પસંદગી પ્રદાન કરીએ છીએ. ઇનોવેટિવ કવરેજ વિકલ્પોથી લઈને સરળ, ડિજિટલ-ફર્સ્ટ ક્લેમ પ્રક્રિયાઓ માટે અમે માલિકીની સફર દરમિયાન ઝડપસ પારદર્શિતા અને સંપૂર્ણ માનસિક શાંતિ સુનિશ્ચિત કરીએ છીએ.

અમે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ રજૂ કરી રહ્યાં છીએ, જે સમગ્ર ભારતમાં ઝડપી, કેશલેસ ક્લેમની પતાવટ અને કાર્યક્ષમ સેવા સપોર્ટને સક્ષમ કરે છે. શહેરી વિસ્તારમાં હોય કે અંતરિયાળ સ્થળોએ, સિટ્રોન ગ્રાહકો હવે ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને સીમલેસ સહાયનો આનંદ માણી શકે છે તેમજ અણધાર્યા ઘટનાઓ દરમિયાન તણાવ અને ડાઉનટાઇમ ઘટાડે છે.

ગ્રાહકો માટે મુખ્ય લાભોઃ

  • વ્યાપક કવરેજ: સંપૂર્ણ આત્મવિશ્વાસ માટે જોખમોની વિશાળ શ્રેણી સામે રક્ષણ.
  • દેશભરમાં નેટવર્ક: સમગ્ર ભારતમાં વ્યાપક ઇન્શ્યોરન્સ અને ક્લેમ સપોર્ટ નેટવર્કની ઍક્સેસ.
  • ડિજિટલ સુવિધા: ઝડપી, કેશલેસ ક્લેમની પતાવટ અને ન્યૂનતમ પેપરવર્ક.
  • સીમલેસ ઇન્ટિગ્રેશન: સિટ્રોનના ગ્રાહક-પ્રથમ અભિગમને પૂરક બનાવવા માટે રચાયેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ.

આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ (અગાઉ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ)ના સીઇઓ રાકેશ જૈને કહ્યું હતું કે: “ગ્રાહકોને શ્રેષ્ઠ સુરક્ષા અને સુવિધા પ્રદાન કરવા માટે અમને સિટ્રોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરવાનો આનંદ છે. અમારા ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અને વ્યાપક નેટવર્ક દ્વારા અમે વીમાને માત્ર જરૂરિયાત જ નહીં, પરંતુ મૂલ્યવર્ધિત અનુભવ બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ જે કારની માલિકીના અનુભવમાં વધારો કરે છે.”

આ ભાગીદારી વિશે સ્ટેલાન્ટિસ ઇન્ડિયા ખાતે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના બિઝનેસ હેડ અને ડિરેક્ટર શિશિર મિશ્રાએ કહ્યું હતું કે: “સિટ્રોન ઇન્ડિયા ખાતે અમે સિટ્રોન માલિકીના દરેક પગલાને સરળ અને ચિંતામુક્ત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સ સાથેની અમારી ભાગીદારી ગ્રાહકોને વધુ સુવિધા,ઝડપી ક્લેમ પ્રક્રિયા અને એક સરળ ડિજિટલ અનુભવ લાવે છે. આ સહયોગનો અર્થ એ છે કે પેપરવર્ક ઉપર ઓછો સમય વિતાવવામાં આવે અને તેમને સિટ્રોનમાં ડ્રાઇવનો આનંદ માણવામાં વધુ સમય મળે છે.”

આ જોડાણ ઇન્ડસઇન્ડ જનરલ ઇન્શ્યોરન્સની ગ્રાહક-કેન્દ્રિત નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને સુનિશ્ચિત કરે છે કે દરેક કામગીરી આત્મવિશ્વાસ, સુવિધા અને સંભાળ દ્વારા સમર્થિત હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.