Western Times News

Gujarati News

સાણંદમાં ટાટા ગ્રુપની કંપનીનું બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણ પૂર ઝડપે ચાલી રહ્યુ છે

320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh ક્ષમતાવાળી બેટરી ઉત્પાદનની યોજના છે.

ટાટા ગ્રૂપની ગ્લોબલ બેટરી બિઝનેસ કંપની, અગ્રતાસ ગુજરાતના સાણંદ ખાતે વિશ્વસ્તરીય બેટરી ઉત્પાદન સુવિધા ઊભી કરવાના કાર્યમાં ઝડપી પ્રગતિ કરી રહી છે. સમગ્ર સાઇટ પર તેમનું નિર્માણ ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે અને સ્ટ્રક્ચરલ સ્ટીલ ફ્રેમવર્ક લગભગ પૂર્ણ થવાના આરે છે.

હાલમાં 2,000 કરતાં વધુ નિર્માણ કર્મચારીઓ અને સપ્લાયર્સનાં 700 કરતાં વધુ નિષ્ણાતો આ સાઇટ પર કાર્યરત છે, જે ભારતની ક્લીન એનર્જી વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. સાથે જ, અદ્યતન બેટરી સેલ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે દેશની ક્ષમતા મજબૂત બનશે.

ટાટા ગ્રુપના અગ્રતાસના સપ્લાય ચેઇનના વાઈસ પ્રેસિડન્ટ આનંદ સોઢાએ જણાવ્યું કે : “સાણંદમાં થઈ રહેલી પ્રગતિ અમારી ટીમની પ્રતિબદ્ધતા અને ગતિનું પ્રતિબિંબ છે. દરેક તબક્કો અમને અમારા લક્ષ્ય, દેશની સૌથી અદ્યતન મેન્યુફેકચરિંગ સુવિધાના નિર્માણ તરફ વધુ નજીક લઈ જાય છે.”

આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક મહત્વ ધરાવતો હોવાથી, બે ટાટા ગ્રૂપ કંપનીઓ — ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, અગ્રતાસ સાથે ભાગીદારીમાં કાર્યરત છે. તેમની માસ્ટરી ભારત માટે નેશનલ લેવલે સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમ સર્જવાની મહત્ત્વાકાંક્ષાને વેગ આપી રહી છે.

ટાટા પ્રોજેક્ટ્સના અર્બન બિલ્ટ ફોર્મના સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ હેડ રાહુલ શર્માએ જણાવ્યું કે : “લાર્જ-સ્કેલ મેન્યુફેકચરિંગ પ્રોજેક્ટ્સ ઉભા કરવાની અમારી વિશેષતા અમને વિશ્વ કક્ષાની સુવિધાઓનું કાર્યક્ષમ અને સસ્ટેનેબલ રીતે નિર્માણ કરવા સક્ષમ બનાવે છે.”

બાંધકામની પ્રગતિ  સાથે–સાથે, અગ્રતાસ અદ્યતન અને મજબૂત સપ્લાય ચેઇન સિસ્ટમ ડેવલપ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં ઓટોમેશન અને રિયલ-ટાઈમ મોનીટરિંગ દ્વારા કાર્યક્ષમતા વધારવામાં આવી રહી છે. આધુનિક સપ્લાય ચેઇન ઈન્ટિગ્રેટેડ સેલ્સ અને ઓપરેશન્સ પ્લાનિંગ સિસ્ટમ પર કામ કરશે, જે ડોમેસ્ટિક તેમજ આયાત–નિકાસમાં માંગ, પુરવઠા અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને જોડશે.

અનંદ સોઢા એ આગળ ઉમેર્યું કે : “અમારી સપ્લાય ચેઇન ડિઝાઇનથી જ મજબૂત, પારદર્શક અને ઝડપી હશે. ઓટોમેશનથી લઈને સસ્ટેનેબલ પરિવહન સુધી  દરેક પાસું વૈશ્વિક ધોરણો મુજબ ડિઝાઇન કર્યું છે, જેથી ભારતની ક્લીન એનર્જી મિશનને આગળ ધપાવી શકાય.” જયારે બાંધકામ ગતિ પકડી રહ્યું છે અને સપ્લાય ચેઇન નવા આકારો લઇ રહ્યું છે ત્યારે અગ્રતાસ નવીનતા, સહયોગ અને સસ્ટેનેબિલિટી  દ્વારા ભારતના ઊર્જા પરિવર્તનને શક્તિ આપવાના તેના લાંબા ગાળાના વિઝન તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રગતિ પાછળ ભારતના અદ્યતન ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને આકાર આપતી પ્રતિભાશાળી અને વૈવિધ્યસભર ટીમનો હાથ છે. જેમ જેમ ઔદ્યોગિકીકરણ પ્રગતિ કરી રહ્યું છે, તેમ તેમ અગ્રતાસ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો માટે અર્થપૂર્ણ, નવીન અને પરિવર્તનશીલ કાર્યમાં યોગદાન આપવા માટે નવી તકો ઊભી કરી રહ્યા છે.
અગ્રતાસ અંગે અગ્રતાસ, ટાટા ગ્રૂપની ગ્લોબલ બેટરી બિઝનેસ કંપની છે.

અમે ઉચ્ચ ગુણવત્તાવાળી, ઉચ્ચ કાર્યક્ષમતા બતાવી સ્થિર બેટરી સોલ્યુશન્સની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ઉત્પાદન કરીએ છીએ. અમારા ઉદ્યોગીકરણના તબક્કામાં ભારતમાં સાણંદ અને યુકેના બ્રિજવોટર ખાતે વર્લ્ડ-ક્લાસ મેન્યુફેકચરિંગ સુવિધાઓનું નિર્માણ ચાલી રહ્યું છે, જે ગ્રીન ગ્રોથ અને મોબિલિટી તથા એનર્જી ક્ષેત્ર માટે નવા અવસર લાવશે. અમારો ધ્યેય માત્ર બેટરી બનાવવાનો નથી, પરંતુ ઉજ્જવળ આવતીકાલ માટે ઊર્જા પરિવર્તનનો વેગ વધારવાનો છે. ઈવી હોય કે ગ્રિડ એનર્જી સ્ટોરેજ અમારી ટેકનોલોજી લોકો, ઉદ્યોગો અને વિચારોને આગળ વધારવા માટે ડિઝાઇન કરેલી છે.

ટાટા પ્રોજેક્ટ્સ અંગે -ટાટા પ્રોજેક્ટ્સ ભારતની સૌથી ભરોસાપાત્ર, ટેક્નોલોજી- ધારિત EPC કંપનીઓમાંની એક છે. શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ફ્યુઅલ, ડેટા સેન્ટર્સ, ગિગાફેક્ટરીઝ, રિફાઈનરીઝ, મેટ્રો સિસ્ટમ્સ, એરપોર્ટ્સ, પાવર તથા વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય કરે છે.

કન્સેપ્ટથી લઈને ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી — સમગ્ર પ્રોજેક્ટ લાઇફસાયકલ માટે સંપૂર્ણ સેવાઓ પ્રદાન કરે છે. સેફ્ટી અને ગુણવત્તા માટે અનેક સન્માન અને માન્યતાઓ મેળવી છે.

ટાટા ગ્રૂપ વિશ્વના 150 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેનું મિશન છે : વિશ્વભરમાં અમે જે સમુદાયોને સેવા આપીએ છીએ તેમની લાઈફનીની ગુણવત્તામાં સુધારો લાવવો. 2024–25 દરમિયાન ટાટા કંપનીઓનું સંયુક્ત રેવન્યુ US$180 બિલિયન હતું અને 10 લાખથી વધુ કર્મચારીઓ સાથે કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.