Western Times News

Gujarati News

સુરતમાં નવા વિસ્તારોમાં માળખાકીય સવલતો ઉભી કરવા 600 કરોડના વિકાસ કામો ઉપયોગી બનશે

સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના  વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત

અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના  અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે  સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છેઃ સૌ શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે:- મુખ્યમંત્રીશ્રી

    રાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંતમુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(URDCL) દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતવાસીઓને રૂ.૬૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.

    આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વાગાડ્યો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટેની તેમણે હિમાયત કરી હતી.

સુરતનો આઉટ ડોર રીંગરોડ પુર્ણ થવાથી ટ્રાફિકમાં ધટાડાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે. આજે દરેકક્ષેત્રે નાના માણસને કેન્દ્રમાં રાખીને વિકાસ આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કેએક સમયે એક લાખનું કામ કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આજે એક કરોડના કાર્યો સરળતાથી થઈ રહ્યા છે. 

      ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદની પેટન્ટ બદલાઈ છે ત્યારે એક પેડ માં કે નામ હેઠળ સૌને વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન કવરમાં વધારો કરવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. વરસાદના પાણીનો પુર્ણ ઉપયોગ કરીને જળસંચયમાં સૌની સહભાગીદારીની અપેક્ષા પણ વ્યકત કરી હતી. 

       મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેવડાપ્રધાનશ્રીના વિઝનને કારણે આજે કચ્છ બેસ્ટ ટુરિઝમ સ્પોટ બન્યું છે. એશિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક ખાવડા ખાતે સાકાર થયો છે. ઈઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે તે માટેના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. એક સમયે રાજયના દરિયાકિનારા પ્રત્યે ઉદાસીનતા સેવાતી હતી આજે ગુજરાતનો દરિયા કિનારો સમૃદ્ધિનો ગેટવે બન્યો છે.

     સુરત જિલ્લા પ્રભારી અને નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવર્ષ ૨૦૨૫-૨૬ માં રાજયના શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજય સરકારે ૩૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. નવી મહાનગરપાલિકાઓના વિકાસ માટે પણ રાજય સરકાર કટિબદ્વ છે. મહાનગરપાલિકાની નવરચના સાથે જ બજેટ ઉપલબ્ધ કરાવાયું છે.

ગુજરાતમાં શહેરીકરણ ખુબ જ ઝડપથી થઇ રહયું છે. જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. ભરૂચ અને ઉમરગામ વચ્ચે સુરત વિકાસનું કેન્દ્ર બિંદુ છે. જેથી વિવિધ ક્ષેત્ર વિકાસટુરીઝમના કારણે બહોળા પ્રમાણમાં લોકો માટે રોજગારીનું સર્જન થાય છે. સુરત એ વિશ્વનું ખુબ જ ઝડપથી વિકાસ પામતું શહેર છે.

      મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કેસુરત શહેરમાં નવા વિસ્તારોમાં માળખાકીય સવલતો ઉભી કરવા રૂા.૬૦૦ કરોડના વિકાસ કામો ઉપયોગી બનશે. ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે. અર્ન વેલ અને લીવ વેલના મંત્ર સાથે રીજીયોનલ ડેવલપમેન્ટ ના છ પ્લાનમાં દક્ષિણ ગુજરાતનું વિકાસ વિઝન ખુબ જ ઝડપથી લોન્ચ કરવામાં આવશે. જે વિકાસનો મહત્વનો રોડમેપ બનશે.

     જાહેર સેવાઓનું ડિજિટલાઈઝેશનજળ વ્યવસ્થાપનમાં સુધારોસ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યમાં વૃદ્ધિ તેમજ શહેરના માળખાકીય નેટવર્કને મજબૂત કરવા માટે વિકાસકામોની ભેટ આપી હતી. સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં બનેલા મુખ્ય પ્રકલ્પોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટગંદા પાણીના નિકાલ માટે તૈયાર થનારો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટડ્રેનેજ લાઈનહેલ્થ સેન્ટરફાયર સ્ટેશનવેન્ડિંગ માર્કેટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બોક્ષ કલ્વર્ટ સહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.  

 અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના આઉટર રીંગરોડ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રૂા.૧૮૪.૨૦ કરોડના ખર્ચે સચિન-પલસાણા થી સચીન કડોદરા જંકશન આઉટર રિગરોડનું કામ તથા રૂા.૫૭.૬૫ કરોડના ખર્ચે સુરત કડોદરા રોડ આઉટર રીંગરોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરીના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. 

      સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ ટી.પી.સ્કીમ હેઠળ ચાર માર્ગીય રસ્તાડામર રોડરસ્તાના રીસર્ફેસિંગની કામગીરી સહિતના કાર્યોનું  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

       આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાલિકાની વિવિધ સેવાઓ સરળઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે વોટ્સએપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું.

     કૃષિમંત્રી જીતુભાઈ વાધાણીસાંસદશ્રી મુકેશભાઈ દલાલમેયર દક્ષેશભાઈ માવાણી,  ધારાસભ્ય સર્વશ્રી પુર્ણેશભાઈ મોદીસંદિપભાઈ દેસાઈઈશ્વરભાઈ પરમારકાંતીભાઈ બલરસંગીતાબેન પાટીલડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલજિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીકોપોરેટરો સહિત પદાધિકારીઓશહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.