Western Times News

Gujarati News

મેનોપોઝ શરૂ થાય ત્યારે

9825009241

મેનોપોઝ શબ્દનો અર્થ શાસ્ત્રી માટે ‘ઋતુસ્ત્રાવનો અંત’ એવો થાય છે. બીજા શબ્દોમાં તે જીવનનો એ તબક્કો છે. જેમાં મહિલાનો માસિક ધર્મ બંધ થાય છે. મેનોપોઝને જીવનમાં પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે મેનોપોઝ પછી તમારા જીવનનો એકતૃતિયાંશ હિસ્સો વિતાવો છો. મેનોપોઝ સામાન્ય રીતે ૪૫ વર્ષથી ૫૫ વર્ષની વય દરમિયાન શરૂ થાય છે. સરેરાશ ૫૦ વર્ષની વયે તે શરૂ થાય છે. મેનોપોઝ શરૂ થાય ત્યારે મોટાભાગની મહિલાઓના માસિક ધર્મમાં કેટલાક ફેરફાર જાવા મળે છે. પ્રિમેચ્યોર મેનોપોઝ (૪૦ વર્ષ અગાઉ) કુદરતી અથવા તો કેમોથેરાપી, રેડિયોથેરાપી કે સર્જરીના કારણે જાવા મળી શકે છે. ૪૫થી ૫૦ વર્ષની ઉંમરમાં દરેક સ્ત્રીને માસિક બંધ થાય છે તથા પ્રજનનના અંગો સંકોચાય છે આ સમયને મેનોપોઝનો સમય કહે છે. ૪૫થી ૫૦ વર્ષનાં ગાળામાં એટલે કે મેનોપોઝના સમયમાં ઓવ્યુલોશન-એટલે કે સ્ત્રીબીજ બનવાની ક્રિયા બંધ થાય છે તેની સાથે સ્ત્રીઓમાં. માસિક સ્ત્રાવ આવતો બંધ થાય છે.

ગર્ભાશય યોનિમાર્ગ સંકોચાય છે. છાતીનો ભાગ (બ્રેસ્ટ) પણ સંકોચાય છે. સ્વભાવમાં ફેરફાર થાય છે ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન ખૂબ ગુસ્સો આવે છે તો ઘણાંને ડિપ્રેશન પણ આવું હોય છે. ઈસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જવાથી યોનિમાર્ગ સૂકો થઈ ગયો હોય તેવું લાગે છે સેક્સ કરવાની ઈચ્છા ઘટી જાય છે. કુદરતી રીતે મેનોપોઝ ત્યારે શરૂ થાય છે જ્યારે મહિલાના જીવનમાં દર મહિને અંડાશયમાંથી અંડકોષનું ઉત્પાદન બંધ થઇ જાય છે. ફિમેલ હોર્માેન એસ્ટ્રોજનનું પ્રમાણ અંડાશય કામ કરવાનું બંધ કરે ત્યારે ઘટે છે.

એસ્ટ્રોજનના પ્રમાણમાં આ ઘટાડાના કારણે મેનોપોઝના લક્ષણો જાવા મળે છે. હોટ ફ્લશિસ એટલે કે શરીરમાં ગરમી લાગે છે. મોઢા તથા ગળાના ભાગમાં લાલાશ થઈ જાય છે તથા થોડા સમય પછી ખૂબ જ પરસેવો થઈ જાય છે દિવસ દરમિયાન તથા રાત્રે પણ આવા હોટ ફ્લશ આવે છે. જેના કારણે ઊંઘ ડિસ્ટર્બ થઇ જાય છે જો વધારે પડતા હોટ ફ્લશ આવે તો સારવાર જરૂરી છે. ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન વજન વધી જવાની, અતિશય ભૂખ લાગવાની, પેટ ફૂલી જવું વગેરે તકલીફો પણ રહે છે.

આ સમય દરમિયાન માસિકની અનિયમિતતા થઇ જાય છે જેમ કે ઘણી સ્ત્રીઓને દર મહિને રક્તસ્ત્રાવ આવવાની જગ્યાએ બે મહિને ત્રણ મહિને આવે છે કે દર પંદર દિવસે પણ માસિક આવે છે. શરીરમાં હોર્માેન્સનું પ્રમાણ વધ-ઘટ થવાને કારણે આવી અનિયમિતતા રહે છે. છ મહિના જેવી અનિયમિતતા પછી સંપૂર્ણ માસિક બંધ થાય છે. ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જવાના લીધે ઓસ્ટીયોપોરોસીસ (હાડકા પોચા પડી જવાની) શક્યતા રહે છે. તેથી હાડકાનું ફેક્ચર થવાથી, કમ્મરના દુખાવાની તકલીફ ઘણી સ્ત્રીઓને થાય છે.

૪૫થી ૫૦ વર્ષના સમયગાળામાં એટલે કે મેનોપોઝના સમય દરમિયાન શરીરમાં આવતા ફેરફાર વિષે દરેક સ્ત્રીએ તથા તેની સાથે રહેતા પરિવારજનોને પણ જાણકારી મેળવવી જરૂરી છે. મેનોપોઝ દરમિયાન જા વધારે પડતી માસિકની અનિયમિતતા રહે કે હોટ ફ્લશ દિવસમાં તથા રાત્રે ૮થી ૧૦ વાર આવે ડિપ્રેશન અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જાઈએ. મેનોપોઝ સમયની તકલીફ ઘટાડવા રેગ્યુલર કસરત કરવી, અઠવાડિયામાં છ દિવસ ચાલવાની કે અનુકૂળ આવે તેવી કસરત કરવાથી મેનોપોઝની તકલીફમાં રાહત રહે છે. ખોરાકમાં તળેલો, મરચાવાળો ખોરાક ઓછો લેવો, લીલા શાકભાજી તથા સોયાબીન ખોરાકમાં લેવાથી મેનોપોઝની તકલીફમાં રાહત આપે છે.

મેનોપોઝ સંબંધિત અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણો દર્દીએ અલગ હોય છે. કેટલીક મહિલાઓમાં માત્ર માસિક ધર્મ બંધ થવા સિવાય અન્ય કોઈ ફેરફાર જોવા મળતાં નથી પરંતુ મોટાભાગની મહિલાઓમાં હોટ ફ્લશીસ (ખૂબ જ ગરમીનો અનુભવ થવો), નાઈટ સ્વેટ્‌સ (રાત્રે અચાનક ખૂબ પરસેવો વળવો), ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી, થાક લાગવો, ઊંઘમાં ખલેલ, ચિંતા અનુભવવી, અકળામણ થવી, યોનિમાં અસ્વસ્થતા અનુભવવી અને યુરિનરી સમસ્યાઓ જોવા મળે છે. તમામ લક્ષણો એસ્ટ્રોજનના અભાવના કારણે હોય છે. મેનોપોઝના લક્ષણો મહિનાઓ કે વર્ષાે સુધી જોવા મળે છે.

૫ ટકા કિસ્સાઓમાં તે પાંચ વર્ષથી વધુ સમય માટે જાવા મળતાં હોય છે. એસ્ટ્રોજનની ઉણપ સંબંધિત લક્ષણો સિવાય પણ અન્ય સમસ્યાઓ થઈ શકે છે ? એસ્ટ્રોજનની ઉણપની લાંબા ગાળાની આડઅસરો જેમકે ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળા પડવા) અને કાર્ડિયોવાસ્કુયલર રોગો (જેમ કે સ્ટ્રોક કે કોરોનરી હાર્ટ એટેક) સામાન્ય છે.

એસ્ટ્રોજન હાડકાંની મજબૂતી જાળવવામાં મહ¥વનો ભાગ ભજવે છે. મેનોપોઝ પછી હાડકાં નબળાં પડે અને તૂટી શકે છે અથવા ક્ષીણ થઈ જાય છે. કરોડરજ્જુ ક્ષીણ થઈ જાય છે. કરોડરજ્જુ ક્ષીણ થઈ જ વાથી વધુ વયની મહિલાઓમાં ઊંચાઈ ઘટે છે. ભારતમાં ફેક્ચરનું જોખમ ૬૦ વર્ષની વયમાં દર ૪માંથી ૧ મહિલાને રહેલું છે અને ૭૦ વર્ષની વયની દર બેમાંથી ૧૧ મહિલાને રહેલું છે. હાડકાંને સ્વસ્થ રાખતાં કોષોને માટે વિટામીન ડી (સૂર્યપ્રકાશ)ની અને  કેલ્શિયમ જરૂર હોય છે, જેનાથી નવા હાડકાંનું ઉત્પાદન થતું હોય છે.

વિટામીન ડી અને કેલ્શિયમ સ્વસ્થ હાડકાં માટે પણ મદદરૂપ બને છે. ચાલી રહેલાં રિસર્ચ સૂચવે છે કે એસ્ટ્રોજનની ઉણપનો અલ્ઝાઈમર્સ રોગ સાથે કોઈક સંદર્ભ હોય શકે. થાક ૬૦ ટકા જેટલી મહિલાઓને થાકનો અનુભવ થતો હોય છે. આવું ઉંઘના અભાવથી અને ધ્યાન કેન્દ્રીત ન કરી શકવાથી અથવા તો કોઈ કારણ વિના પણ થઇ શકે છે અને ફ્લશ થાય ત્યારે સાથળથી શરૂ થઈને ચહેરા સુધી અસહ્ય ગરમી ફેલાઈ શકે છે. આ માટેના સરળ ઉપાયોમાં ગરમ વસ્ત્રોથી દૂર રહેવું કે ગરમ સ્થળોથી દૂર રહેવું જોઈએ.

ઠંડા પાણીના ફુવારાથી સ્નાન કરવાથી રાહત થાય છે. વધારે તીખો ખોરાક લેવાનું ટાળવું અને વજન વધારે હોય તો તેને નિયંત્રણમાં કરવું જોઈએ. જો વધુ તકલીફ લાગે તો ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. યોનિમાં ચેપ, મેનોપોઝ પછી યોનિની લાઈનીંગ વધુ સંવેદનશીલ બને છે અને પરિણામે તેમાં ચેપ ઝડપથી લાગી શકે છે. જો મહિલાઓને યોનિમાં ખંજવાળ કે ડિસ્ચાર્જની સમસ્યા હોય તેમણે ચિકિત્સકને જણાવવું જોઈએ. યોનિની શુષ્કતાની શરૂઆત ધીમેથી થાય છે અને મેનોપોઝ પછીના વર્ષાેમાં તે મુશ્કેલીદાયક સ્થિતિ બની શકે છે. જાતિય સંસર્ગની ક્રિયા વધુ પ્રતિકૂળ બને છે અથવા પીડાદાયક બને છે. સરળ લુબ્રિકન્ટ જેલી તેમાં મદદરૂપ થઈ શકે છે. આ માટે નિશ્ચિત રહીને તમારા ચિકિત્સક સાથે સમસ્યા અંગે વાત કરો. યુરિનરી સમસ્યા, યોનિની શુષ્કતા-બળતરા યુરેથ્રા સુધી પહોંચી શકે છે અને યુરિન પસાર થતી વખતે પીડા થાય છે અને અથવા તાત્કાલિક જવું પડે એવી સ્થિતિ અનુભવાય છે.

તમારા જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખો. ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી શારીરિક કસરત દરરોજ કરો જેમ કે ઝડપથી ચાલવું. યોગ કરી શકાય. આહાર તાજાં ફળો અને સલાડ ખાઓ. ચરબીયુક્ત ખોરાક ઓછો કરો. દરરોજ લો ફેટવાળું ઓછામાં ઓછું ૨૫૦ એમ.એલ. દૂધ પીઓ, જેથી તમને જરૂરી કેલ્શિયમ મળી રહે, સોયાબીન્સમાંથી બનતી પ્રોડક્ટ્‌સ ખાઓ કેમ કે તેમાં ફાયટોએસ્ટ્રોજન્સ હોય છે. જેનાથી તમારા મેનોપોઝ સંબંધિત લક્ષણોનો સામનો કરવામાં મદદ મળે છે. આ સમયાંતરે તમે તમારી સામાજિક અને પારિવારિક જવાબદારીઓમાંથી દેખીતી રીતે મુક્ત હો છો તેથી તમે તમારી કાળજી લેવા માટે વધુ સમય ફાળવી શકો છો. મોનોપોઝ એ સ્ત્રીઓ માટે એક એવો સમયગાળો છે જ્યારે બાળકો પોતાની રીતે આગળ વધી રહ્યાં હોય છે.

હોર્માન્સનું લેવલ ઘટવાના કારણે મેન્ટલી અપસેટ રહે છે આ સમયમાં તેને પતિ, બાળકો તરફથી સપોર્ટ આપવો જરૂરી બને છે તેની જરૂરી ટ્રીટમેન્ટ તથા સહાનુભૂતિ ખુબ ફાયદાકારક પુરવાર થાય છે. માસિક ઓછું આવવું. કુમારી આસવ બપોરે ભોજન બાદ ૪ ચમચી પીવું. લોહાસાવ બપોરે ભોજન બાદ ૪ ચમચી પીવું. સારસ્વતારિષ્ટ સવારે નાસ્તા બાદ ૪ ચમચી પીવું. માસ્યાદિ કષાય રાત્રે સૂતી વખતે ૨ ચમચી દવા-૮ ચમચી હુંફાળું પાણી મિક્સ કરીને પીવું. ગર્ભાશયને શક્તિ આપનાર વિશ્વસનીય ટીકડીના ઘટકોમાં અશોકઘન, શતાવરીધન, શુદ્ધ ગુગળ, લોધ્રઘન, હિરાબોળ, લોહભસ્મ છે.

અશોકધન, લોધ્રધન અને શતાવરી ધન આ ત્રણે ઔષધિઓ ગર્ભાશયના વિકારોમાં અલગ અલગ રીતે પણ લાભદાયી છે. છતાં પણ અનુભવના આધારે આ ત્રણે દ્રવ્યોનું સપ્રમાણમાં સંયોજન કરવામાં આવ્યું છે. જેથી થોડા સમયમાં વધુ લાભ પહોંચાડી શકાય છે. આ ઉપરાંત તેમાં હિરાબોળ, ગુગળ તથા લોહનું સપ્રમાણ મિશ્રણ માસિક નિયમિત બનાવવામાં આ ઔષધિઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

અશોકધન આવેષ્ટનને ઉત્પન્ન કર્યા સિવાય ગર્ભાશયના સ્વાભઆવિક સંકોચનમાં શÂક્તશાળી અને પ્રભાવી ઔષધી છે. પ્રસૂતિ પછીના રક્તસ્ત્રાવને રોકવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદર જેવા વ્યાધિમાં અશોક અને લોધ્રનો ઉપયોગ ખૂબ જ ફલપ્રદ જણાયો છે. લોધ્રધન એ અત્યાર્તવને રોકવા માટે આ એક પ્રભાવી ઔષધી છે. તેનો ઉપયોગ સંકોચક તથા રક્તસ્તંભક તરીકે કરવામાં આવ્યો છે. સતાવરીધનએ પ્રસૂતિ પછીના વિકારોમાં ઔષધિનો પ્રયોગ વિશેષ રીતે લાભકારી જણાયો છે. સ્તન્યવર્ધક એટલે માતાને પૂરતું ધાવણ વધારવાનું કાર્ય શતાવરીના સેવનથી થાય છે. હિરાબોળ અનિયમિત માસિક સ્ત્રાવ તે નિયમિત બનાવે છે. કષ્ટાર્તવ પીડા સાથે આર્તવ દેખાય ત્યારે તેની પીડાનું શમન તથા સંકોચન આ દ્રવ્યના સેવનથી થાય છે. શુદ્ધ ગુગળ એક પ્રકારનું જંતુÎન અને સોયÎન ઔષધી છે. ગર્ભાશયના વિકારોમાં તેનું શોધન કરી સોજા અને દોષોને મટાડી ગર્ભાશય સબળ બનાવે છે.

લોહભસ્મ આયુર્વેદિક વિધિથી તૈયાર થયેલી લોહભસ્મ રક્ત બનાવવાની ક્રિયાને ઉત્તેજીત કરે છે. આ ટીકડીમાં તેનો સંયોગ અનુબંધ જ પાંડુ મટાડવા માટે કરવામાં આવ્યો છે. જે ગર્ભાશયની વિકૃતિવાળી પીડાઓમાં વધુ રક્તસ્ત્રાવને કારણે કેટલીક વખત વધુ લોહી જાય છે. ત્યારે લોહનું સપ્રમાણ મિશ્રણ રક્તવદ્યક તરીકે આ યોગમાં ખૂબ જ લાભદાયી બન્યું છે.
શ્વેતપ્રદર, રક્તપ્રદર, અનિયમિત આર્તવ, અત્યાર્તવ, લોહીવા ગર્ભાશયના સોજા જેવા ગર્ભાશયના વિકારોને મટાડે છે. કમરનો દુખાવો તથા શારીરિક નબળાઈમાં આ ટીકડીનું સેવન લાભદાયી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.