દક્ષિણ આફ્રિકાના ડરબનમાં નિર્માણાધીન મંદિર ચાર માળનું ધરાશાયી થયું
ભગવાન નરસિંહદેવના આ મંદિરને ભારતીય મૂળનો એક પરિવાર બનાવી રહ્યો હતોઃ નિર્માણ આશરે બે વર્ષ પહેલાં શરૂ થયું હતું
કેપટાઉન, દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળના મંદિરના ધસી પડવાથી ૪ લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક ભારતીય મૂળનો ૫૨ વર્ષીય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, ભગવાન નરસિંહદેવના આ મંદિરને ભારતીય મૂળનો એક પરિવાર બનાવી રહ્યો હતો.
તેનું નિર્માણ આશરે બે વર્ષ પહેલાં શરૂ થયું હતું, જેમાં ભગવાન નરસિંહદેવની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા મૂકવાની હતી. જોકે, ઇથેÂક્વન (અગાઉ ડરબન)ની નગરપાલિકાનું કહેવું છે કે, મંદિરના નિર્માણ માટે કોઈ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાયો નથી.
ઇથેÂક્વની (અગાઉનું ડરબન)ની ઉત્તરે રેડક્લિફમાં એક ઢાળવાળી ટેકરી પર સ્થિત ન્યૂ અહોબિલમ ટેમ્પલ આૅફ પ્રોટેક્શનનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે ઈમારતનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કાટમાળની નીચે કેટલાક કામદારો દટાયેલા છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
શુક્રવારે એક મજૂર અને એક શ્રદ્ધાળુ સહિત બે લોકોનું મોતની પુષ્ટિ થઈ હતી. બચાવ ટીમોએ વધુ મૃતદેહો બહાર કાઢ્યા બાદ શનિવારે મૃત્યુઆંક વધીને ચાર થયો. સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ચાર મૃતકોમાંથી એકની ઓળખ વિક્કી જયરાજ પાંડે તરીકે થઈ છે. તે મંદિર ટ્રસ્ટના એÂક્ઝક્્યુટિવ સભ્ય અને બાંધકામ પ્રોજેક્ટના મેનેજર હતા.
મળતી માહિતી મુજબ, જયરાજ પાંડે લગભગ બે વર્ષ પહેલાં મંદિરની સ્થાપનાથી જ તેના વિકાસમાં સામેલ હતા. મંદિર સાથે સંકળાયેલી ચેરિટી “ફૂડ ફોર લવ” ના ડિરેક્ટર સનવીર મહારાજે પુષ્ટિ કરી છે કે મંદિર ધસી પડવાના કારણે માર્યા ગયેલા લોકોમાં તે પણ સામેલ હતા.
