ઇલોન મસ્કની સ્પેસએક્સ ૨૫થી ૩૦ અબજ ડોલરનો આઈપીઓ લાવશે: રિપોર્ટ
ન્યૂયોર્ક, ઈલોન મસ્કની સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ ૨૦૨૬માં ઈતિહાસ રચશે. રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ આવતા વર્ષે પબ્લિક કંપની બનશે. કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બ્રેટ જ્હોનસને શેરહોલ્ડર્સને લખેલા લેટર અનુસાર કંપનીએ સેકન્ડરી શેરનું વેચાણ શરૂ કર્યું છે.
જેના દ્વારા કંપનીનું મૂલ્ય ૮૦૦ બિલિયન ડોલર એટલે કે, રૂ. ૭૨,૪૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ આંકવામાં આવ્યું છે. આ સાથે જ ઈલોન મસ્કની કંપની વિશ્વના સૌથી મોટા આઈપીઓ સાથે રેકોર્ડ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સનો સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસ અને તેનો ચંદ્ર અને મંગળ મિશન માટેનો સ્ટારશિપ રોકેટ પ્રોગ્રામ વૈશ્વિક નામના મેળવી ચૂક્યા છે.
કંપનીના સીએફઓના લેટરમાં સ્પષ્ટ થયું છે કે, કંપની રોકાણકારો પાસેથી ૪૨૧ ડોલર પ્રતિ શેરના ભાવે ૨.૫૬ બિલિયન ડોલર (રૂ.૨૩,૧૬૮ કરોડ)ના શેર ખરીદશે. સ્પેસએક્સનો ટારગેટ સ્પેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટરો તેનાત કરવાનો, સ્ટારશિપના ફ્લાઈટ રેટ વધારવાનો, મૂનબેઝ આલ્ફા બનાવવા અને મંગળ પર ક્‰ સાથેનું અને ક્‰ વગરનું મિશન મોકલવા માટે કેપિટલનો ઉપયોગ કરવાનો છે.
મળતી માહિતી મુજબ, રોકેટ અને સેટેલાઈટ કંપની જૂનની શરૂઆતમાં ૨૫ બિલિયન ડોલર (રૂ. ૨.૨૬ લાખ કરોડ)નો આઈપીઓ લાવી શકે છે. સ્પેસએક્સના સંભવિત આઈપીઓનું રોકાણકારોએ સ્વાગત કર્યું હતું. આ આઈપીઓ મસ્કના મંગળ મિશનને હકીકત બનાવી શકે છે.
આઈપીઓ બાદ કંપનીનું મૂલ્ય રૂ. ૯૦.૫ લાખ કરોડથી વધુ અંકાશે. ક્રંચબેઝના ડેટા અનુસાર, ચેટજીપીટી મેકર ઓપનએઆઈ પછી સ્પેસએક્સ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ સ્ટાર્ટઅપ છે. આઈપીઓ તેમના પ્રાઈવેટ હિસ્સાને મૂલ્યવાન બનાવશે. ટેસ્લા અને અન્ય બિઝનેસના પોર્ટફોલિયોમાં ઉમેરો થશે.
બ્લૂમબર્ગનું બિલ્યોનેર્સ ઈન્ડેક્સ મસ્કના હાલના નેટવર્થને લગભગ ૪૬૦.૬ અબજ ડોલર દર્શાવે છે. જેમાંથી આશરે ૧૩૬ અબજ ડોલર તેમના સ્પેસએક્સના હિસ્સાને આભારી છે. જો સ્પેસએક્સ લગભગ ૧.૫ ટ્રિલિયન ડોલર પર લિસ્ટ થાય તો જાણકારોના મતે, તેનું શેરહોલ્ડિંગ ૬૨૫ અબજ ડોલર થઈ જશે.
જે કાગળ પર એક જ ધડાકે ૪૯૦ અબજ ડોલર ઉમેરશે. આઈપીઓ મસ્કની સંપત્તિને લગભગ ૯૫૨ અબજ ડોલર સુધી લઈ જશે. સ્પેસએક્સના શેરના ભાવમાં વધારો પહેલા દિવસે અથવા પહેલા અઠવાડિયામાં જ મસ્કની સંપત્તિને ટ્રિલિયન ડોલર પાર લઈ જશે.SS1MS
