Western Times News

Gujarati News

સિડનીમાં હુમલો કરનારા પિતા-પુત્ર વીકએન્ડના બહાને નીકળ્યા હતા

મુંબઈ, ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે આવેલા બોન્ડી બીચ પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૬ લોકોની હત્યા કરનારા બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. આ બંને આતંકીઓ સંબંધમાં પિતા-પુત્ર છે. ૫૦ વર્ષીય સાજિદ અકરમ અને તેના ૨૪ વર્ષીય પુત્ર નવીદ અકરમ એ યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી દરમિયાન દરિયાકિનારે એકઠા થયેલા લોકો પર ગોળીઓ વરસાવી હતી.

અહેવાલ અનુસાર, ૨૪ વર્ષનો આતંકી નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે અને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લાન્યોને જણાવ્યું કે ૫૦ વર્ષીય આતંકી સાજિદ અકરમને પોલીસે ગોળી મારી દીધી, જ્યારે ૨૪ વર્ષીય નવીદ અકરમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે અને ૪૦ ઘાયલ થયા છે.તપાસમાં બહાર આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકી પિતા-પુત્રએ ઘરે કહ્યું હતું કે તેઓ સધર્ન સી-કોસ્ટ પર માછલી પકડવા (ફિશિંગ) માટે જઈ રહ્યા છે. હુમલા પછી પોલીસે સિડનીના પશ્ચિમમાં બોનીરિગ સ્થિત નવીદના ઘરને ઘેરી લીધું હતું.

નવીદની માતા વેરેનાએ મીડિયાને જણાવ્યું કે તેનો પુત્ર, જે બેરોજગાર રાજમિસ્તરી હતો, તેણે રવિવારે સવારે છેલ્લીવાર પરિવાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે વીકએન્ડ પર તેના પિતા સાથે જર્વિસ બે ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદના છ લાઇસન્સવાળા હથિયારો જપ્ત કર્યા છે. લાન્યોને જણાવ્યું કે સાજિદ અકરમ પાસે લગભગ દસ વર્ષથી બંદૂકનું લાઇસન્સ હતું. વધુમાં, પોલીસે આતંકીઓની કારમાંથી ઇમ્પ્›વાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અને આઈએસઆઈએસનો ઝંડો પણ મળ્યા હોવાની પુષ્ટિ કરી છે. પ્રધાનમંત્રી એન્થોની આલ્બાનીઝે કહ્યું કે બંદૂકધારીઓ “હનુક્કાહના પ્રથમ દિવસે જાણી જોઈને યહૂદી સમુદાયને નિશાન બનાવી રહ્યા હતા.” આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની ઉંમર ૧૦ વર્ષથી ૮૭ વર્ષની વચ્ચે છે.

આતંકી નવીદની માતા વેરેનાએ સિડની મો‹નગ હેરાલ્ડને જણાવ્યું હતું કે તેના પુત્ર પાસે કોઈ હથિયાર નહોતું અને તે વધુ સોશિયલ નહોતો. તે બે મહિના પહેલા જ તેની ઈંટ લગાવવાની નોકરીમાંથી બેરોજગાર થયો હતો કારણ કે તેની કંપની નાદાર થઈ ગઈ હતી.

વેરેનાએ કહ્યું કે નવીદ દારૂ કે સિગારેટ પીતો ન હતો અને માત્ર તેના કામથી જ મતલબ રાખતો હતો. અકરમને ૨૦૨૨ની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેણે અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં કુરાનનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.