Western Times News

Gujarati News

સતત ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મો આપનાર એક્ટર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી નિવૃત્તિ લઈ લેશે

મુંબઈ, ભારતમાં અનેક એવા સ્ટાર્સ છે, જે રાજકારણમાં જોડાયા હોય. આજે અમે પણ એક એવા જ એક એક્ટરના કરિયરની સફળતા અને લોકપ્રિયતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે એક્ટિંગની સાથે રાજકારણમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

આ એક્ટરે પોતાની ખુદની પાર્ટી બનાવી અને તેની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છોડી દેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મો દ્વારા લોકોનું દિલ જીતનારા સુપરસ્ટારનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટાર તમિળ સિનેમામાંથી છે. અહીં વાત કરવામાં આવી રહી છે સાઉથના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક થલપતિ વિજયની. વિજયે પોતાના અઢી દાયકાથી વધુના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી છે અને તેની અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

થલપતિએ પોતાના કરિયરમાં સતત ૮ એવી ફિલ્મો આપી છે, જેણે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ અથવા તેનાથી વધુની કમાણી કરી હોય. વિજયનો જન્મ ૨૨ જૂન, ૧૯૭૪માં ચેન્નઈમાં થયો હતો. તેણે જે બેક ટૂ બેક આઠ ૨૦૦ કરોડની ફિલ્મ આપી તેની શરૂઆત ૨૦૧૭માં આવેલી ફિલ્મ માર્શલથી થાય છે. તેણે વર્લ્ડવાઇડ ૨૨૦ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મ સરકારે ૨૫૨ કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં ત્રીજી ફિલ્મ બિજિલ (૨૯૫ કરોડની કમાણી) છે.

ચોથી ફિલ્મ માસ્ટર (૨૨૩ કરોડની કમાણી), પાંચમી ફિલ્મ બીસ્ટ છે, જેણે ૨૧૬ કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં છઠ્ઠી ફિલ્મ વારિસુ છે. ૨૦૨૩માં આવેલી ફિલ્મે વર્લ્ડવાઇડ ૨૯૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, સાતમાં નંબરે લિયો (૬૨૩ કરોડની કમાણી) અને ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘ગોટ’ ૪૫૫ કરોડની કમાણી સાથે આઠમાં નંબરે છે. વિજયે ૨ ફેબ્›આરી ૨૦૨૪ના દિવસે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની જાહેરાત કરી હતી.

વર્ષ ૨૦૨૬માં વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન રિલિઝ થશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ સંપૂર્ણ રીતે રાજકારણમાં એક્ટિવ થઈ જશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.