Western Times News

Gujarati News

એક સમયના કોમેડી કિંગની દયનીય હાલત જોઈ ફેન્સ ચોંક્યા

મુંબઈ, એક સમયે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના વિજેતા અને કોમેડિયન તરીકે સફળતા મેળવનારા સુનિલ પાલની તાજેતરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેમના ચાહકો ચોંકી ગયા છે. કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ના પ્રીમિયર દરમિયાન સુનિલ પાલની સાધારણ સ્થિતિ જોઈને ફેન્સમાં ચિંતા અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને એહસાન કુરેશીના સમયમાં સુનિલ પાલની કોમેડી ખૂબ વખણાતી હતી.

જો કે, પ્રીમિયર ઇવેન્ટમાં તેમનો દેખાવ તદ્દન બદલાયેલો જોવા મળ્યો હતો. તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. તેઓ સાધારણ પેન્ટ-શર્ટ પહેરીને, પગમાં ચપ્પલ પહેરીને અને જૂની ટોપી સાથે જોવા મળ્યા હતા.સુનિલ પાલને આ હાલતમાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ તૂટી ગયું હતું. એક યુઝરે લખ્યું, ‘સુનિલ પાલનું શું થઈ ગયું છે? આજે, તે ભીડનો ભાગ બનીને ખૂણામાં ઊભો છે.’

અન્ય એક યુઝરે તેમની દયનીય સ્થિતિ અને ચહેરા પરના સ્મિતના અભાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે, કેટલાક ફેન્સે આને પબ્લિસિટી સ્ટંટ ગણાવતાં સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.સુનિલ પાલે ૨૦૦૫માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ૧’ જીતીને લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેઓએ ‘કોમેડી સર્કસ’ સહિત અનેક ટીવી શોમાં કામ કર્યું. તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૭માં ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’થી થઈ હતી.

તેઓ ‘હમ તુમ‘, ‘અપના સપના મની મની’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં પણ નાની ભૂમિકાઓમાં દેખાયા હતા.કારકિર્દીમાં વિરામઃ સુનિલ પાલ ૨૦૧૦થી ટેલિવિઝનથી દૂર છે, અને તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. આના પરથી કહી શકાય કે છેલ્લા ૧૫ વર્ષથી તેમની પાસે કોઈ નોંધપાત્ર કામ નથી, જે તેમની હાલતનું કારણ હોઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.