Western Times News

Gujarati News

જીવનસાથી પસંદ કરવો એ વ્યક્તિગત અધિકાર છે: કિંજલ દવેએ મૌન તોડ્યું

અમદાવાદ, કાંકરેજના શિહોરી ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં કિજલ દવેના પરિવારના બહિષ્કારના નિર્ણય બાદ ગાયિકાએ મૌન તોડ્યું છે.

સોશિયલ મિડીયા પર જય વસાવડા,  મલહાર ઠાકર, આરોહી, આમીર મીર, મલહાર ઠાકર, આરતી વ્યાસ અને બીજા ઘણાં કલાકારોએ કિંજલ દવેને સમર્થન આપ્યુ છે. 

કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો છે કે શું થોડાક લોકો નક્કી કરશે કે મારે કોની સાથે લગ્ન કરવા? સાથે જ તેણે પરિવાર વિરુદ્ધ લખનારાઓ સામે કાયદાકીય જંગ લડવાની ચેતવણી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Vasavada (@jayvasavada.jv)

લોકગાયિકા કિજલ દવેએ તાજેતરમાં ધ્રુવિન શાહ સાથે સગાઈ કર્યા બાદ ઉભા થયેલા વિવાદમાં હવે આક્રમક વલણ અપનાવ્યું છે. કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલો વહેતા થયા બાદ, કિંજલ દવેએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

  • ઘટના: કાંકરેજના શિહોરી ખાતે બ્રહ્મ સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો.
  • કારણ: કિંજલ દવેએ ૬ ડિસેમ્બરે ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી, જેના કારણે સમાજમાં નારાજગી ફેલાઈ.
  • પ્રતિક્રિયા: કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી. તેણે સવાલ કર્યો કે “શું થોડાક લોકો નક્કી કરશે કે મારે કોની સાથે લગ્ન કરવા?”
  • અધિકારનો મુદ્દો: તેણે સ્પષ્ટ કર્યું કે જીવનસાથી પસંદ કરવો એ વ્યક્તિગત અધિકાર છે અને તેમાં કોઈની દખલગીરી સ્વીકાર્ય નથી.
  • ચેતવણી: કિંજલ દવેએ ટ્રોલર્સ અને વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી કે પરિવાર સામે પોસ્ટ કે કમેન્ટ કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેશે.

 

View this post on Instagram

 

A post shared by Dhruvin Shah (@dhruvinshahofficial)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.