Western Times News

Gujarati News

SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતમાં અસરકારક કામગીરી

પ્રતિકાત્મક

5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજરસ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે

33 પૈકી 26 જિલ્લાઓની ASD યાદીમાં ‘0’ વિસંગતતાઓ

07  જિલ્લાઓમાં ASD યાદીમાં વિસંગતતાઓના માત્ર 11 જ કિસ્સામાં ખરાઇ બાકી

             ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે.

SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાનકાયમી સ્થળાંતરગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જે 100 ટકા સફળ રહ્યું છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજરસ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. રાજ્યના કુલ 33 પૈકી 26 જિલ્લાઓની ASD યાદીમાં શૂન્ય વિસંગતતાઓ છે. જ્યારે અન્ય 07 જિલ્લાઓમાં મળી માત્ર 11 વિસંગતતાઓના કિસ્સામાં ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં છે. આમઆ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.