પ્રદૂષણ ધનિકો ફેલાવે અને સહન ગરીબો કરે-સુપ્રીમ કોર્ટના CJI ભડક્યા
મુખ્ય ન્યાયાધિશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અÂસ્તત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અÂસ્તત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ CJI ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે ધનિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે અને ગરીબો તેનાથી સૌથી વધુ પીડાય છે. વરિષ્ઠ અધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન રમતગમતની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ છતાં વિવિધ સ્થળોએ રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારો કોર્ટના આદેશોને અવગણવા માટે ઉપાયો અને સાધન અપનાવી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના આદેશોનો હવાલો આપી રહ્યું છે, પરંતુ જમીની સ્તર પર સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી. આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટ આ સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ છે અને માત્ર એવા જ આદેશો પસાર કરવામાં આવશે જે અસરકારક હોય અને તેનું પાલન કરાવી શકાય.
સીજેઆઈએ ટિપ્પણી કરી કે કેટલાક નિર્દેશો એવા હોય છે, જેને બળજબરીથી લાગુ કરવા પડે છે, પરંતુ મહાનગરોમાં લોકોની પોતાની જીવનશૈલી હોય છે, જેને બદલવી સરળ નથી.મુખ્ય ન્યાયાધીશે એ પણ મહત્ત્વની ટિપ્પણી કરી કે પ્રદૂષણની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે,
જ્યારે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓમાં મોટાભાગે સંપન્ન વર્ગની ભૂમિકા હોય છે. એમિકસ ક્્યૂરી અપરાજિતા સિંહે આ વાત સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે ગરીબ મજૂરો આ સંકટથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. કોર્ટે જણાવ્યું કે દિલ્હી-એનસીઆર વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલા આ મામલાની ૧૭ ડિસેમ્બરના રોજ વિગતવાર વિચારણા માટે સુનાવણી થશે.
દિલ્હીના રહેવાસીઓ આ સમયે હવા અને ધુમ્મસના બમણા મારનો સામનો કરી રહ્યા છે. સોમવારે સવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ પર નોંધાયો છે. આ ગંભીર પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસ છવાયું હોવાથી આઈટીઓ સહિત ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી (દૃશ્યતા) શૂન્ય થઈ ગઈ છે.
જેમ જેમ દિલ્હીમાં ઠંડી વધી રહી છે, તેમ તેમ સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે સવારે ૬ વાગ્યે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ૪૫૬ નોંધાયો, જે ખૂબ ગંભીર પ્રદૂષણની સ્થિતિ દર્શાવે છે. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં તો એક્યુઆઈ લેવલ ૫૦૦ સુધી પહોંચી ગયું છે. ઓછી પવનની ગતિને કારણે દિલ્હી હાલમાં ગેસ ચેમ્બર થી ઓછું નથી.
આનંદ વિહારમાં એક્યુઆઈ ૪૯૩, નેહરુ નગરમાં ૪૮૯, ઓખલા અને આરકે પુરમમાં ૪૮૩, જ્યારે વિવેક બિહારમાં ૪૯૩ નોંધાયો હતો. આ પરિસ્થિતિમાં લોકો માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને માથાનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે, અને સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરોની અંદર પણ ઝેરી હવા અસર કરી શકે છે. દિલ્હીમાં ગ્રૅપ-૪ લાગુ હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી.
દિલ્હીવાસીઓ ગાઢ ધુમ્મસ અને સ્મોગના બેવડા પ્રહારનો સામનો કરી રહ્યા છે. સવારે ૩ મીટર દૂરનું પણ કંઈ દેખાતું નહોતું, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. રવિવારે પણ દિલ્હીના ૩૯ સક્રિય વાયુ ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી ૩૮ માં પ્રદૂષણનું ગંભીર સ્તર નોંધાયું હતું. ગત દિવસના ૪૩૨એક્યુઆઈ થી વધીને આ સ્તર રેકોર્ડ પર પહોંચી ગયું છે, જે એપ્રિલ ૨૦૧૫ માં એક્યુઆઈ મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા પછીનું સૌથી ઊંચું સ્તર છે.
