પતિ-પત્ની લાંબો સમય અલગ રહે તે બંને માટે ક્રૂરતા સમાન: સુપ્રીમ
નવી દિલ્હી, વિખૂટા પડેલા દંપતીના લગ્નનો વિચ્છેદ કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે સમાધાનની કોઈ આશા વગર લાંબા સમય સુધી અલગ રહેવું બંને પક્ષો માટે ક્‰રતા સમાન ગણાય છે.
ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે નોંધ્યું કે આ દંપતીના લગ્ન ૪ આૅગસ્ટ, ૨૦૦૦ના રોજ થયા હતા અને લગ્નના માત્ર બે વર્ષ બાદ, ૨૦૦૩માં તેઓ વૈવાહિક વિવાદમાં ફસાયા હતા. જુદા-જુદા મતભેદ અને મનભેદના કારણે તેઓ છેલ્લા ૨૪ વર્ષથી અલગ રહી રહ્યા છે.
બેન્ચે જણાવ્યું હતું કે અદાલતો દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન શક્ય બન્યું નથી. બેન્ચે જણાવ્યું કે અનેક કેસોમાં બંને પક્ષો લાંબા સમયથી અલગ રહેતા હોય, અને એવું માનવામાં આવ્યું છે કે સમાધાનની કોઈ આશા વગર લાંબા સમય સુધી અલગ રહેવું બંને પક્ષો માટે ક્‰રતા સમાન છે.
આ અદાલતનું પણ માનવું છે કે લાંબા સમય સુધી વૈવાહિક કેસ ચાલતા રહેતા હોવાને કારણે લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. જ્યાં કેસો લાંબા સમયથી પેન્ડિંગ હોય, ત્યાં પક્ષો વચ્ચેના સંબંધો તોડવામાં જ પક્ષો અને સમાજ બંનેનું હિત રહેલું છે. અત્યાર સુધી ચાલતા આવેલા વૈવાહિક વિવાદોને કોઈ રાહત આપ્યા વિના અદાલતમાં પેન્ડિંગ રાખવાથી કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ થતો નથી.બેન્ચે શિલોંગના રહેવાસી આ દંપતીના લગ્ન તૂટી ગયા હોવાના આધારે છૂટાછેડાંનો આદેશ આપ્યો.SS1MS
