Western Times News

Gujarati News

ડિવોર્સના સમયે પત્નીએ ન માગ્યું ભરણપોષણઃ બંગડીઓ પણ સાસુને આપી પાછી

AI Image

સુપ્રીમ કોર્ટે એક મહિલાની પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાના નિર્ણય બદલ પ્રશંસા કરી

મહીલાના વકીલે કોર્ટને જાણ કરી કે તેના કલાયન્ટ કોઈ ભરણપોષણ કે અન્ય નાણાકીય વળતર માગી રહયા નથી. કોર્ટને જાણ કરવામાં આવી હતી કે ફકત સોનાની બંગડીઓ પરત કરવાની બાકી છે.

(એજન્સી)નવીદિલ્હી, જસ્ટીસ પારડીવાલાએ મહીલાને કહયું કે આ એવા દુર્લભ કેસોમાંના એક છે જયાં કોઈ વ્યવહાર થયો નથી. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. ભુતકાળ ભુલી જાઓ અને સુખી જીવન જીવો. ગુરુવારે, સુપ્રીમ કોર્ટે એક મહીલાની પરસ્પર સંમતીથી છુટાછેડા લેવાના નિર્ણય બદલ પ્રશંસા કરી.

મહીલાએ છુટાછેડા દરમ્યાન કોઈ ભરણપોષણ માગ્યું ન હતું. વધુમાં તેણે લગ્ન સમયે તેના પતીની માતા દ્વારા ભેટમાં આપેલી સોનાની બંગડીઓ પણ પરત કરી. કોર્ટે આને એક દુર્લભ સમાધાન ગણાવીને તેની બંધારણીય સત્તાઓ હેઠળ લગ્નને વિખેરી નાખ્યા.

લાઈવ લોના અહેવાલ મુજબ કેસને ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશવનાથનની ડીવીઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે સુચીબદ્ધ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં મહીલાના વકીલો કોર્ટને જાણ કરી કે તેના કલાયન્ટ કોઈ ભરણપોષણ કે અન્ય નાણાકીય વળતર માગી રહયા નથી. કોર્ટને જાણ કરવામાં આવી હતી કે ફકત સોનાની બંગડીઓ પરત કરવાની બાકી છે. શરૂઆતમાં બેન્ચને ગેરસમજ થઈ હતી કે પત્ની તેનું સ્ત્રીધન પાછું માગી રહી છે.

જોકે, જયારે વકીલે સ્પષ્ટતા કરી કે મહીલા પોતે બંગડીઓ પરત કરી રહી છે. જે તેના પતીની માતાએ તેમના લગ્ન સમયે ભેટમાં આપી હતી. ત્યારે જસ્ટીસ પારડીવાલાએ હસીને કહયું, આ એક ખુબ જ દુર્લભ સમાધાન છે જે આપણે જોયું છે. આજકાલ આવા ઉદાહરણો દુર્લભ છે.

કોર્ટે પોતાના આદેશમાં લખ્યું, આ એવા દુર્લભ કિસ્સાઓમાંનો એક છે જયાં કોઈ માગણી કરવામાં આવી ન હતી. તેનાથી વિપરીત, પત્નીએ તેના લગ્ન સમયે મળેલી સોનાની બંગડીઓ પરત કરી. અમને કહેવામાં આવ્યું હતું કે, આ બંગડીઓ તેના પતીની માતાની છે.

અમે આ કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ. કારણ કે આજકાલ આવું પગલું. ભરવું દુર્લભ છે. પત્ની વીડીયો કોન્ફરન્સ દંવારા સુનાવણીમાં જોડાતાંની સાથે જ જસ્ટીસ પારડીવાલાએ તેમને કહયું કે અમે ઉલ્લેખ કર્યો છે કે આ એવા દુર્લભ કિસ્સાઓમાંનો એક છે. જયાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી. અમે તમારી પ્રસંસા કરીએ છીએ. ભુતકાળને ભુલી જાઓ અને સુખી જીવન જીવો.

ત્યારબાદ કોર્ટે પોતાને અંતીમ આદેશ પસાર કર્યો.જેમાં કહયું ઉપર વર્ણર્વેલ પરીસ્થિતીઓને ધ્યાનમાં રાખીને અમે કલમ ૧૪ર હેઠળ અમારા વિશેષાધિકારનો ઉપયોગ કરીએ છીએ અને પક્ષકારો વચ્ચેના લગ્નને વિર્સર્જન કરીએ છીએ પક્ષકારો વચ્ચેની કોઈપણ અન્ય બાકી કાર્યવાહી આ રીતે વિસર્જન કરવામાં આવે છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે. કે જયારે છુટાછેડાના કેસોમાં ઘણીવાર મિલકત ભરણપોષણ અને અન્ય નાણાકીય દાવાઓ સહીત લાંબી કાનુની કાર્યવાહીની સમાવેશ થાય છે. કોર્ટ મહિલાના કોઈપણ દાવા કરવાથી દુર રહેલા અને ભેટો પરત કરવાના નિર્ણયને એક અસાધારણ અને પ્રશંસનીય પગલું માન્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.