ઉદયપુર નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતીના કમકમાટીભર્યા મોત
ઉદયપુર, ઉદયપુર નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત ૪ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એકસાથે અનેક વાહનોનો અકસ્માત બાદ ટ્રકમાંથી માર્બલનો બ્લોક ફોર્ચ્યુનર કાર પર પડ્યો હતો. તેમાં અનેક લોકો દબાયા હતા. બનાવની જાણ થતાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચેથી ૪ મૃતદેહ મળ્યા હતા. જેમાંથી ૩ ગુજરાતીના હતા.
આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ૩ ગુજરાતી વાવ-થરાદના ઠાકોર સમાજના હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટનાને પગલે ગામ, સમાજ અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ ૪ લોકોના મોત થયા હતા અને અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ અકસ્માત ગોગુંડા હાઇવે પર થયો હતો, જ્યાં ઓછામાં ઓછા છ વાહનો એક પછી એક અથડાયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પથ્થરોથી ભરેલા ટ્રેલરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.પોલીસે જણાવ્યું હતું કે પિંડવાડા બાજુથી આવી રહેલ એક ટેન્કર પહેલા ટ્રેલર સાથે અથડાયું હતું, ત્યારબાદ તે વિરુદ્ધ દિશામાંથી આવતી ત્રણ કાર સાથે અથડાયું હતું.
ટક્કર એટલી ગંભીર હતી કે મુસાફરોના વાહનો કચડાયા હતા અને લોકો અંદર જ ફસાઈ ગયા હતા.કાટમાળમાં ફસાયેલા લોકોમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે, જે કારની અંદર ખરાબ રીતે ફસાયેલા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ ટીમોને પીડિતોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કટરનો ઉપયોગ કરીને વાહનોને કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.SS1MS
