ખેરાલુ તાલુકામાંથી શેરબજારના નામે ઠગાઈ કરતો એક ઝડપાયો
મહેસાણા , ખેરાલુ તાલુકાના ડભોડા-હડોલ રોડ પર તેજપુર બસ સ્ટેશન પાસે પાર્લરમાં બેસીને લોકોને ફોન કરી ખોટી ઓળખ આપી શેરબજારમાં રોકાણ કરીને વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સને ખેરાલુ પોલીસે ઝડપી લીધો હતો.
ખેરાલુના પીએસઆઈ સહિત સ્ટાફે બાતમી આધારે ડભોડા-હડોલ રોડ પર તેજપુર બસ સ્ટેશન પાસે શિવશક્તિ પાર્લરમાં રેડ કરી હતી. જેમાં વિવિધ નંબરો પર ફોન કરીને, પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ગ્›પ બનાવીને શેરબજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી ખાતામાં નાણાં ભરાવી તે પરત ન કરી છેતરપિંડી કરતો ઠાકોર આદિતજી અશોકજી (રહે.ડભોડા, મોટો ઠાકોરવાસ, તા.ખેરાલુ) ઝડપાઈ ગયો હતો.
તેની પાસેથી મળેલા મોબાઈલમાં ટેલીગ્રામમાં થયેલી ચેટના નંબર પર ફોન કરતાં તેણે નાગપુર (મહારાષ્ટ્ર)ના અગ્રવાલ મનિષભાઈ ગોપીંચદને ફોન કરી વિકાસ જૈન તરીકેની ઓળક આપી શેરબજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી યુપીઆઈ આડીથી દશરથભાઈ અશ્વિન ઠાકોરના એચડીએફસી બેન્કના ખાતામાં નાણાં મેળવી લઈ તે પરત ન આપીને છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું.
મનિષભાઈ પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.૧.૫૦ લાખ ઓનલાઈન નખાવી પરત ન કરીને છેતરપિંડી કરી હતી. પોલીસે રૂમોબાઈલ જપ્ત કરી આરોપી આદિતજી અશોકજી ઠાકોરની અટક કરી હતી. પોલીસે આદિતજી ઠાકોર અને ખાતાધારક દશરથભાઈ ઠાકોર સામે ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS
