વિદ્યા બાલન રજનીકાંતની ‘જેલર ૨’માં જોવા મળશે
મુંબઈ, રજનીકાંતની આવનારી ફિલ્મ ‘જેલર ૨’માં હવે વિદ્યા બાલન પણ જોડાઈ છે. આ જાહેરાતથી ફિલ્મ અંગેની ઉત્સુકતામાં વધારો થયો છે. ‘જેલર ૨’ રજનીકાંતની ૨૦૨૩ની ફિલ્મની સિક્વલ છે. સિક્વલ પણ નેલ્સન દિલીપ કુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.
પહેલી ફિલ્મ ઘણી સફળ રહી એટલે હવે સિક્વલ વધુ મોટા સ્કેલ પર બની રહી છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રા દ્વારા મળતી માહિતી અનુસાર, સ્ક્રિપ્ટ સાથે વિદ્યા બાલનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એણે તરત જ સ્ટોરી ગમી ગઈ હતી અને તેને પાત્રનું ઊંડાણ પણ ગમ્યું હતું. વિદ્યાને પાત્ર અઘરું હોવાથી ગમ્યું હતું, જે ફિલ્મની વાર્તામાં ઘણું મહત્વનું છે અને તેના કારણે જ વાર્તામાં મોટો વળાંક આવે છે.
એવી માહિતી છે કે આ પાત્ર મજબુત, ઊંડું, ફિલ્મની વાર્તામાં લાગણી ભરે છે, તેથી રજનીકાંતની આ સિક્વલ વધુ રસપ્રદ બની શકે.વિદ્યા બાલન આ ફિલ્મ સાથે જોડાવાથી ફિલ્મનો સ્કેલ વધી રહ્યો છે, સાથે જ એની વાર્તા પણ વધુ મજબુત થઈ હોવાની ચર્ચા છે.
પહેલી ફિલ્મનું બધું જ ફોકસ રજનીકાંત અને તેમની લાર્જર ધેન લાઇફ એક્શન પર હતું. જ્યારે હવે સિક્વલમાં ઇમોશન પર ધ્યાન અપાયું છે અને થોડા ડ્રમા સાથે ધ્યાનથી સ્ક્રિપ્ટ લખાઈ રહી છે.પહેલી ફિલ્મમાં રજનીકાંતનો ટાઇગર મુથુવલ પાંડિયન અવતાર લગભગ દરેક પ્રકારના દર્શકોને પસંદ પડ્યો હતો.
ત્યારે આ વખતે ટાઇગલને વધુ મોટા પડકારોનો સામનો કરશે, સાથે જ આ ફિલ્મ વધુ ક્›ર અને વધુ ઉગ્ર ઘટનાઓ સાથે આવશે. હાલ ફિલ્મના મેકર્સની ઇચ્છા ૧૪ ઓગસ્ટ વખતે રિલીઝ કરવાની છે, જેથી ફિલ્મને લાંબા ઇન્ડિપેન્ડન્સ ડે વીકેન્ડનો લાભ મળે. જેલરના પહેલા ભાગમાં પણ આ જ સ્ટ્રેટેજી અપનાવાઈ હતી. રસપ્રદ વાત એ છે કે રજનીકાંતની કૂલી પણ આ જ સમયગાળામાં રિલીઝ થઈ હતી. જોકે, હજુ કોઈ ચોક્કસ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જેલર ૨ પણ પૅન ઇન્ડિયા અપીલ સાથે તહેવારોમાં રિલીઝ કરાશે, તે નક્કી છે.SS1MS
