અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે એક દિવસમાં કેબીસીના ત્રણ અપિસોડ શૂટ કરે છે
મુંબઈ, એક તરફ બોલિવૂડમાં દીપિકા પાદુકોણની આઠ કલાકની શિફ્ટની માગની ચર્ચા છે, ત્યારે બીજી તરફ લિજેન્ડ અમિતાભ બચ્ચન છે, જેઓ સવારે નવ વાગ્યાથી લઇને મોડી રાત સુધી કામ કરે છે. ૮૩ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન સાબિત કરે છે કે શિસ્ત અને કામ પ્રત્યે સમર્પણભાવની વાત આવે ત્યારે તેમને કોઈ બંધન આડે આવતા નથી. છેલ્લા બે દસકાથી તેઓ કૌન બનેગા કરોડપતિ સાથે કામ કરી રહ્યા છે.
તાજેતરમાં પોતાની વેબ સિરીઝના પ્રમોશન માટે શારીબ હાશ્મી આ શોના મહેમાન બન્યા હતા. તેઓ કેબીસી૧૭ના શૂટમાં અમિતાભ બચ્ચનથી ખુબ પ્રભાવિત થયા છે.કેબીસી પ્લે અલોંગ એપિસોજમાં શારીબ હાશ્મી, જયદીપ આહલાવત અને મનોજ બાજપાઈ શો પર આવ્યા હતા. આ એપિસોડ કેબીસીના દર્શકો માટે પણ યાદગાર એપિસોડ બની ગયો હતો. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શારીબ હાશ્મીએ જણાવ્યું કે, “મને લાગ્યું કે હું જાણે એક સપનું જોઉં છું અને ચાલતું જ રહે છે.
એ અદ્દભુત અનુભવ હતો, મારી યાદોમાં આ અનુભવ આજીવન રહેશે. મને જ્યારે તેમણે મારી સફર વિશે પૂછ્યું, તો મને થયું “ઓહ માય ગોડ”. એ મને કશુંક પૂછતા હતા અને મારી સાથે વાત કરતા હતા એ વાત જ મારા માટે પચાવવી અઘરી થઈ રહી હતી.”શૂટિંગ શીડ્યુલ કેટલાં અઘરા હોય છે અને તેના માટે કેટલી સ્ટેમિના જોઈએ છે, તે અંગે શારબે કહ્યું, “એમની એનર્જીની તો વાત જ થાય એમ નથી, એમને સલામ છે.
આ ઉંમરે એ એક જ દિવસમાં ત્રણ એપિસોડ શૂટ કરે છે. એ ૯ વાગ્યે સવારે સેટ પર પહોંચી જાય છે અને મોડી રાત સુધી શૂટ ચાલે છે. અમારો એપિસોડ રાત્રે ૧૨ વાગ્યા સુધી શૂટ થયો હતો, અમારો એપિસોડ એ દિવસનો છેલ્લો એપિસોડ હતો. એમાં પણ એમની એનર્જી એવીને એવી જ હતી, અમે અમુક ક્ષણો માટે ઝોંકા ખાઈ જતાં હોય એવું થયું.
એક જામાનાના સુપર હિરો એમનેમ નથી બની જવાતું!” શારીબના મતે અમિતાભ બચ્ચન એક જ દિવસમાં ત્રણ એપિસોડ શૂટ કરે છે, તેઓ ત્રણ એપિસોડ સુધી એક સરખો ઉત્સાહ જાળવી રાખે છે. તેમની આ તાકાત અને ઉત્સાહ માત્ર દરેક પેઢીના દર્શકો જ નહીં પણ કલાકારોને પણ પ્રેરણા આપે છે. આ એપિસોડમાં જયદીપ, મનોજ અને શારીબ મળીને ૭,૫૦,૦૦૦ રૂપિયા જીત્યા હતા.SS1MS
