‘મસાન’થી લઇને ‘છાવા’ સુધી વિકી બન્યો એક વિશ્વાસપાત્ર અને પાવરહાઉસ એક્ટર
મુંબઈ, બોલિવૂડમાં હંમેશા બે પ્રકારના કલાકારોના પ્રકાર ગણાતા, એક સુપરસ્ટાર અને એક એક્ટર. પરંતુ વિકી કૌશલ એક એવો કલાકાર છે જે હિરો તરીકે જેટલો સફળ છે એટલો જ સારો એક્ટર પણ છે.
આ વર્ષે આવેલી તેની રેકોર્ડતોડ ફિલ્મ ‘છાવા’થી વિકીએ સાબિત કરી દીધું છે કે તે સૌથી વિશ્વાસપાત્ર અને પોતાના પાત્રની દરેક બારીકી પર ધ્યાન આપનારો કલાકાર છે. એ પણ માત્ર કોસ્ચ્યુમ્સ કે દેખાવ કે સ્લો મોશન એક્શન સીનથી નહીં પણ પોતાના દમદાર અભિનયથી તેણે સાબિત કર્યુ છે. તે પડદા પર એક એવું પાત્ર ખડું કરે છે, જે અંદરથી અને બહારથી પોતાના ખભ્ભા પર સમગ્ર ઇતિહાસની જવાબદારી ઉપાડી શકે છે, તેનું છાવાનું પાત્ર જેટલું વીરતાપૂર્ણ છે એટલું જ સંવેદનશીલ પણ છે.
વિકી કૌશલની છાવાને આવો અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના કારણો પર કેટલાક નિષ્ણાત સુત્રો જણાવે છે કે જ્યારે કોઈ યોદ્ધા કે ઐતિહાસિક વિષય પરની ફિલ્મ હોય ત્યારે દરેકની આશા એવી જ હોય કે જોશીલા યુદ્ધના અને લડાઈના દૃશ્યો અને વીરતાની વાતો કરતા ડાયલોગ સાંભળવા મળશે, પરંતુ વિકી કૌશલે આ પાત્રની ભાવનાત્મકતાને પકડી. તેનો ગુસ્સો ક્યારેય ગેરવ્યાજબી નહોતો લાગતો.
જ્યારે તેના મૌનમાં કોઈ ખાલીપો નહોતો અનુભવાતો, તેમાં શંકા, ડર, કૂટનીતિ અને વ્યથા અનુભવાતા હતા. જ્યારે પણ ફિલ્મની ળેમમાં ભવ્યતા લાવવાની જરૂર હતી ત્યારે પણ વિકીએ અતિશ્યોક્તિ બતાવવાને બદલે તેને મનની મૂંઝવણ દેખાય એવું રાખ્યું, જેથી દર્શકો પણ તેની મુંઝવણ સમજી શકે, તેના માટે બૂમ બરાડા પાડવાની કોઈ જરૂર નથી. તે એક આગેવાન છે, પરંતુ એ ક્યારેય ભુલતો નથી કે તે એક પુત્ર છે, એત પતિ છે અને એક એવી વ્યક્તિ છે, જે પરિસ્થિતિના કારણે એક ખુણામાં ધકેલાઈ ગયો છે.
વિકી કૌશલની લાક્ષણિકતાઓ વિશે તેઓ માને છે કે વિકીમાં એવી ક્ષમતા છે જે મહાન, અને કાલ્પનિક કથા સમાન પાત્રોને પણ સામાન્ય વ્યક્તિ બનાવી શકે છે. એની બાડી લેંગ્વેજ, ગણતરીપૂર્વકના હાવભાવ, તે એક જવાબદાર વ્યક્તિ છે એવું માનવા દર્શકને મજબુર કરી દે છે.જો તેની આગળની મસાન, મનમર્ઝિયાં, ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇક સુધીની ફિલ્મની પણ વાત કરવામાં આવે તો, તેની આ જ સ્ટાઇલ અલગ અલગ પાત્રોમાં પણ જોવા મળે છે.
મસાનમાં તે એક અતિ પીડામાં અને લોકોની સહાનુભૂતિ માટે જીવતો વ્યક્તિ છે, તો ઉરીમાં તે એક લોખંડી દૃઢનિશ્ચય સાથે દેશ માટે લડતો બહાદુર સૈનિક છે. જો મનમર્ઝિયાંની વાત કરવામાં આવે તો તેમાં તે બિલકુલ અલગ અવતારમાં છે, એક બેદરકાર, આવેગમાં આવી જતો, ધમાલિયો વિકી સંધુ છે. આ દરેક પાત્રનું વિશ્વ બિલકુલ અલગ છે, છતાં તેમની વચ્ચે એક સામાન્ય બાબત એ છે કે તેણે આ પાત્ર કોઈ પણ બીબાંઢાળ રીતે નથી કર્યા.
આની પાછળના કારણો વિશે નિષ્ણાતો માને છે કે વિકી સમજે છે ક્યારે અન્ડરપ્લે કરવાનું અને ક્યારી ધડાકો કરવાનો. તે સમજે છે ક્યાં બરાડા પાડવાને બદલે માત્ર એક તૂટેલો અવાજ પણ કામ કરી શકે છે, લાંબા મોનોલોગ કરતાં માત્ર એક લૂક પણ પૂરતો છે. એક યુવાન લબરમુછિયા છોકરાને કઈ રીતે દેખાવને મહત્વ આપતો મોરપીંછ વાળો વાળો બનાવી શકાય.SS1MS
