હું છેલ્લા ૨૫ વર્ષથી જમવા માટે બહાર ગયો નથી: સલમાન ખાન
મુંબઈ, જ્યારે એક્ટર્સ અનિયમિત સમય માટે શૂટિંગમાં ઘરથી બહાર રહેતા હોય અને અનિશ્ચિત સમય સુધી કામ કરતા હોય છે, ત્યારે સલમાન ખાને તેની જીવનશૈલી વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો કહી છે, તેણે કહ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં તે એકેય વખત બહાર જમવા માટે ગયો નથી. સલમાને કહ્યું, તે બસ “ઘરથી શૂટિંગ, એરપોર્ટ અથવા ઘરે જઉં છું.”
સલમાન પણ ગુરુવારે સાઉદી અરેબિયાના જેદાહ ખાતે ચાલી રહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે એક સેશનમાં પોતાના જીવન અને કૅરિઅર વિશે વાત કરી હતી. સલમાને જણાવ્યું, “મારા જાવનમાં હું મોટા ભાગે મારા પરિવાર અને મિત્રોની આસપાસ જ રહ્યો છું, તેમાંથી કેટલાંક ચાલ્યા ગયા છે અને બસ હજુ ૪-૫ છે, જે બહુ પહેલાંથી મારી સાથે છે.” સલમાને આગળ કહ્યું, “૨૫-૨૬ થઈ ગયા છે કે હું ક્યારેય બહાર જમવા માટે ગયો નથી. શૂટિંગથી ઘર, ઘરથી શૂટિંગ, ઘરથી એરપોર્ટ, એરપોર્ટથી હોટેલ કે હોટેલથી અહીં.બસ એટલું જ. મારું જીવન આવું જ છે.”
પરંતુ આ બાબતે સલમાનને કોઈ પસ્તાવો નથી. તેણે આ અંગે કહ્યું, “મને એમાં કોઈ વાંધો નથી.. અથવા તો એવું જોઈએ કે તમે હરો ફરો અને આ બધું જ ન હોય, જે મારે નથી જોઇતું. આટલી ઇજ્જત આપે છે અને માન આપે છે..એના માટે તો મહેનત કરું છું..ક્યારેક મને સંતોષ થઈ જાય છે, એની પણ મજા લઉં છું અને વિચારું છું કે હવે આગળ શું આવશે.”SS1MS
