Western Times News

Gujarati News

હવે  KYC કરાવવા બેંકમાં જવું પડશે નહિંઃ SBIએ YONO 2.0 લોંચ કરી

  • SBIએ YONO 2.0 લોંચ કરી, ડિજિટલ બેન્કિંગના અનુભવોને નવું સ્વરૂપ આપ્યું
  • એસબીઆઈના ચેરમેનના KYC અને Re-KYC પ્રોસેસને સરળ બનાવતા આ વર્ઝન અંતર્ગત YONO 2.0 એક સરળ KYC અને Re-KYC સુવિધા પ્રદાન કરે છે, જેથી પ્રોડક્ટ્સ અને સર્વિસિસમાં સતત વેરિફિકેશનની જરૂરિયાતનો અંત આવી જાય છે.

 અમારું માનવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે બ્રાન્ચની તુલનામાં દસમાં ભાગના ખર્ચ પર ગ્રાહક હાંસલ કરી શકીએ છીએ, અને સાથે જ મોટાપાયે પર્સનલાઈઝ્ડ અનુભવ પણ આપી શકીએ છીએ’’-એસબીઆઈ ચેરમેન

 અમારો લક્ષ્યાંક YONO યુઝર્સની સંખ્યા બે ગણી કરીને 20 કરોડ કરવાનો છે”-એસબીઆઈ ચેરમેન

 મુંબઈ, દેશની સૌથી મોટી બેન્ક પૈકીની એક અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ YONO 2.0 લોંચ કર્યું છે, જે તેના ડિજિટલ પ્લેટફોર્મનું નવું વર્ઝન છે અને તેમાં મોબાઈલ તથા નેટ બેન્કિંગ એમ બન્નેનો સમાવેશ થાય છે. YONOની ટ્રાન્સફોર્મેશનની યાત્રાને આઠ વર્ષ પૂરા થવા પ્રસંગે આ આધુનિક પ્લેટફોર્મ 50 કરોડથી વધારે ગ્રાહકો માટે બેન્કની ઓમનીચેનલ ક્ષમતાને ખૂબ જ મજબૂત કરે છે. SBI Unveils YONO 2.0, Re-Imagines Digital Banking Journey.

નવા YONO એપ અને ઈન્ટરનેટ બેન્કિંગ હવે એક યુનિફાઈડ બેન્કએન્ડ આર્કિટેક્ચર પર કામ કરવા તથા એક જ યુઝર ઈન્ટરફેસ શેર કરવાથી કસ્ટમર્સને કોઈ જ અવરોધ વગર ક્રોસ-પ્લેટફોર્મ કન્ટીન્યુટી મળશે.ઈન્ટરનેટ બેન્કિંગ પર શરૂ કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનને કોઈપણ પ્રકારના અવરોધ વગરની સ્થિતિમાં નવા YONO એપ પર સરળતાથી ફરીથી શરૂ કરી શકાય છે.

આ એડવાન્સમેન્ટ સાથે એસબીઆઈ તેની ડિજિટલ બેન્કિંગ ઈકોસિસ્ટમને ફક્ત એપથી વિશેષ આગળ લઈ જઈ રીડિફાઈન કરી રહેલ છે, જેનો ઉદ્દેશ વધુ સારા પર્સનલાઈઝ્ડ કસ્ટમર એક્સપીરિયન્સને વધારે મજબૂત યુઝર સિક્યોરિટીની બાબતમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનો છે.

નવી YONO કે જે અત્યારે અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં 15 ભાષામાં વિસ્તરણ પામશે, જે સૌને માટે સરળ બેન્કિંગ પર ભાર આપે છે. એસબીઆઈના ચેરમેન શ્રી સીએસ શેટ્ટીના KYC તથા Re-KYC પ્રોસેસને સરળ બનાવવાના દ્રષ્ટિકોણ અંતર્ગત નવા YONO એક સરળ KYC અને Re-KYC સુવિધા આપે છે, જેથી પ્રોડક્ટ્સ અને સર્વિસિસમાં સતત વેરિફિકેશન કરવાની જરૂરિયાતનો અંત આવે છે. આ ઉપરાંત YONOના નવા અનુભવા ભાગરૂપે ગ્રાહકો હવે ઈન્ટરનેટ બેન્કિંગ યુઝર થયા વગર જ સીધા જ મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

સિક્યોરિટીને વધારે સારી બનાવવાની દિશામાં એક પગલું આગળ વધારતા, આ એપ્લિકેશન ‘સિક્યોર લોક’ રજૂ કરે છે-જે સાઈબરને લગતા જોખમોના બદલાઈ રહેલા સ્વરૂપનો સામનો કરવા માટે એક કસ્ટમરના તમામ અકાઉન્ટ માટે એક ઈલેક્ટ્રોનિક લોક છે. આ ઉપરાંત સિક્યોરિટી ફ્રેમવર્કને મજબૂત કરી આ એપ્લિકેશન DevSecOps (ડેવલપમેન્ટ, સિક્યોરિટી અને ઓપરેશન્સ-ડેવલપમેન્ટ પ્રોસેસના દરેક તબક્કામાં સિક્યોરિટી) તથા સેન્ટ્રલાઈઝ્ડ ઓથેન્ટિકેશન જેવી ક્ષમતા દેર્શાવે છે.

કસ્ટમર એક્સપીરિયન્સ તથા સિક્યોરિટી ફેર્મવર્કને મજબૂત કરવા સાથે સાથે બેન્ક સસ્ટેનેબિલિટી તથા ગ્રીન બેન્કિંગની દિશામાં એક મહત્વના પગલા તરીકે ગ્રીન સ્કોર સાથે કાર્બન ફુટપ્રિન્ટ ટ્રેકિંગ જેવી સુવિધાનો સમાવેશ કરી સસ્ટેનેબિલિટી પ્રત્યે પોતાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કરે છે.

આ પ્રસંગે SBIના ચેરમેન શ્રી સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે “નવી YONO લોંચ કરવી તે સહજ, સુરક્ષિત અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ બેન્કિંગ અનુભવ પ્રદાન કરવામાં અમારી કટિબદ્ધતાનો ભાગ છે. અમારી ફ્લેગશિપ મોબાઈલ એપ્લિકેશનનું આ નવું વર્ઝન ગ્રાહકોને તેમના ફાયનાન્સ સંબંધિત સંચાલન કરવામાં વધારે અંકુશ, સુવિધા તથા ક્લેરિટી આપવા માટે ડિઝાઈન કરવામાં આવે છે.

અત્યારે અમારી પાસે આશરે 9.60 કરોડ YONO કસ્ટમર્સ છે અને 14.5 કરોડ ઈન્ટરનેટ બેન્કિંગ કસ્ટમર્સ છે, તથા અમારા લક્ષ્યાંક YONO યુઝર્સની સંખ્યા બે ગણી કરી 20 કરોડ કરવાનો છે. આ સાથે અમારું માનવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે તપાસની તુલનામાં દશમાં ભાગના ખર્ચ પર કસ્ટમર પ્રાપ્ત કરી શકી છીએ, તથા તે સાથે મોટાપાયે પર્સનલાઈઝ્ડ અનુભવ પણ આપી શકે છે.”

નવી YONO સાથે SBI ડિજિટલ બેન્કિંગના ભવિષ્યનો આકાર આપવાની અમારી કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે-જે ભારતીય ફાયનાન્શિયલ ઈકોસિસ્ટમમાં ખાસ કરી સહાય કરે તેવા પ્રમાણમાં ઈનોવેશ, સુરક્ષા તથા વિશ્વાસ પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.