Western Times News

Gujarati News

યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસનો કહેર-થેલીઓમાં મૃતદેહોના ટુકડા લઈ જવાયાઃ

મથુરા નજીક ૮ બસ અને ૩ કાર અથડાઈ, 13 લોકોના સળગીને મોત-૭૦ લોકો ઘાયલ

(એજન્સી)મથુરા, મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે ૮ બસો અને ૩ કારો અથડાઈ હતી. અથડાયા બાદ ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. ૧૩ લોકો જીવતા બળી ગયા હતા. ૭૦ લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ વધવાની દહેશત છે. કારણ કે બસોમાંથી કપાયેલા અંગો પણ મળી આવ્યાં છે.પોલીસે તેમને ૧૭ પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરવામાં આવશે. At least 13 people were killed and 35 others injured in a deadly multi-vehicle pile-up on the Yamuna Expressway near Mathura.

આ દુર્ઘટના થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન ૧૨૭ પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને  ૫૦ જવાનો અને ૯ પોલીસ સ્ટેશનોની પોલીસે ૬ કલાકમાં બચાવ કામગીરી પૂરી કરી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ-વે પર ૩ કિમી લાંબો જામ લાગી ગયો હતો.
ટક્કર પછી રાહદારીએ પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ પહોંચે તે પહેલા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું જાણે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. થોડી જ વારમાં બસો બળીને રાખ થઈ ગઈ. ૧૦ મિનિટ પછી પોલીસ પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.

ઇજાગ્રસ્તોને ૨૦ એમ્બ્યુલન્સ દ્વારા મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃંદાવન સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે બસોમાંથી મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા. જ્યારે, સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો માટે ૨-૨ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

એક્સપ્રેસ-વે પર ગાઢ ધુમ્મસ હતું. માઇલસ્ટોન ૧૨૭ પર અચાનક સ્લીપર બસની સામે ધુમ્મસ આવી ગયું હતું આને કારણે ડ્રાઇવરે બ્રેક મારીને સ્પીડ ધીમી કરી હતી. ત્યારબાદ પાછળ ચાલી રહેલી ૬ બસો અને ૪ કારો અથડાઈ ગઈ હતી. ટક્કરથી એસી બસમાં આગ લાગી ગઈ હતી. લોકોને ભાગવાનો પણ મોકો મળ્યો નહીં.

પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું કે ૨ ટીમ પોસ્ટમોર્ટમ કરશે. મૃતદેહોની ઓળખ માટે ટેસ્ટ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાખવા માટે ૧૭ બેગ પહોંચી છે. તેમાં બળી ગયેલા લોકોના ટુકડા રાખવામાં આવ્યા છે. આ બધા અકસ્માત સ્થળેથી લાવવામાં આવ્યા છે.

સામાન્ય રીતે એક બેગમાં એક મૃતદેહ આવે છે, પરંતુ અકસ્માતમાં આગ લાગી હોવાથી તપાસ પછી જ કંઈક કહી શકાશે. પાસના ગામના રહેવાસી ભગવાન દાસે જણાવ્યું કે- જ્યારે ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ત્યારે એવું લાગ્યું કે ગોળીબાર થયો હોય. જોરદાર ધડાકો થયો. આખું ગામ તાત્કાલિક અહીં દોડી આવ્યું. બધા લોકોએ તરત મદદ કરી. લગભગ ૨૦ એમ્બ્યુલન્સ દ્વારા ૧૦૦-૧૫૦ લોકોને લઈ જવામાં આવ્યા. જ્યારે અકસ્માત થયો ત્યારે ધુમ્મસ ઓછી હતી. બે-ત્રણ કાર અને ૬ બસો બળી ગઈ છે.

પહેલા અચાનક જોરદાર આંચકો લાગ્યો અને જોતજોતામાં ગાડીઓમાં આગ લાગી ગઈ. ટક્કર પછી અફરાતફરી મચી ગઈ, લોકો ચીસો પાડવા લાગ્યા અને થોડી જ પળોમાં બસો અને કારોમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠવા લાગી. આસપાસ હાજર લોકોએ તરત મદદ શરૂ કરી અને ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
પ્રત્યક્ષદર્શી સુનીલ કુમાર યાદવે જણાવ્યું- અમે લોકો જૌનપુરથી મંત્રીના ઘરેથી આવી રહ્યા હતા. દિલ્હી જઈ રહ્યા હતા. ખૂબ અંધારું છવાયેલું હતું.

રસ્તામાં અચાનક ગાડીએ અવાજ કર્યો. અમે લોકો ઉતાવળે ઉતર્યા, જેવો પોતાની કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા તો પાછળથી બસો એક પછી એક અથડાવા લાગી. ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. કોઈ બસમાંથી ઉતરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું તો કોઈ કાચ તોડીને કૂદી રહ્યું હતું. સીએમ યોગીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સીએમ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશો જારી કર્યા છે. મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.