ગોવા અગ્નિકાંડઃ થાઈલેન્ડ ભાગેલા લુથરા બંધુઓને એરપોર્ટ પર જ ઝડપી લેવાયા
ક્લબના ફરાર માલિકો ગૌરવ અને સૌરભ લુથરાને થાઈલેન્ડની દિલ્હી લાવી છે. ગોવા પોલીસે એરપોર્ટ પર જ લુથરા બંધુઓની ધરપકડ કરી લીધી છે.
(એજન્સી) ગોવા, ઉત્તર ગોવામાં ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં આગ લાગવાની ઘટના ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ ઘટનાના ૧૦ દિવસ બાદ ક્લબના ફરાર સહમાલિકો ગૌરવ અને સૌરભ લુથરાને થાઈલેન્ડની દિલ્હી લાવી છે.
ગોવા પોલીસે એરપોર્ટ પર જ લુથરા બંધુઓની ધરપકડ કરી લીધી છે. ૬ ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૨૫ લોકોના મોત થયા હતા.
ત્યારબાદ બંને લુથરા બંધુઓ દેશ છોડીને થાઈલેન્ડ જતા રહ્યા હતા. નાઈટ ક્લબમાં આગ લાગવાની ઘટનાના થોડા જ કલાકોમાં લુથરા બંધુઓ થાઈલેન્ડ ભાગી ગયા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ ઈન્ટરપોલ બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. બંને આરોપીઓને ભારત પરત મોકલવાની પ્રક્રિાય પહેલા થાઈલેન્ડ સત્તાવાળાઓએ ૧૧ ડિસેમ્બરે બંનેને કસ્ટડીમાં લઈ લીધા હતા.
ભારતીય અધિકારીઓએ બંને ભાગેડુને પકડવા માટે થાઈલેન્ડ સરકારના સતત સંપર્કમાં હતી. આ અગ્નિકાંડની ઘટનાની તપાસ કર્યા બાદ ક્લબમાં તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તેમજ ક્લબના મેનેજમેન્ટમાં પણ અનેક ખામી હોવાનો ખુલાસો થયો હતો. ગોવા પોલીસે લુથરા બંધુઓની ધરપકડ કર્યા પહેલા અગ્નિકાંડ કેસમાં પાંચ મેનેજર્સ અને સ્ટાફ મેમ્બર્સની ધરપકડ કરી હતી.
ગયા અઠવાડિયે દિલ્હી કોર્ટે લુથરા બંધુઓની ધરપકડ મામલે અંતિમ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારીઓએ કહ્યું કે, નાઈટક્લબના સ્ટ્રક્ચરમાં અનેક ખામીઓ હતો અને ત્યાં આગ પર કાબૂ મેળવવા માટે કોઈપણ વ્યવસ્થા ન હતી. અર્પોરા પાછળ બનાવેલા નાઈટક્લબમાં બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો અને આ રસ્તો એક સાંકડા પુલ સાથે જોડાયેલો હતો.
