Western Times News

Gujarati News

IPL: કેમરોન ગ્રીને તોડ્યા તમામ રેકોર્ડ, KKRએ ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો

આઈપીએલ હરાજીમાં કોઈ વિદેશી ખેલાડી ૩૦ કરોડમાં વેચાય કે ૨૦ કરોડમાં તેને ૧૮ કરોડ મળશે. જો કેમેરોન ગ્રીનને ફક્ત ૧૮ કરોડ મળશે.

(એજન્સી)નવી દિલ્હી, કેમરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેકેઆર વચ્ચે જોરદાર બિડિંગ વોર જોવા મળી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૫ કરોડ પર આવી હાથ પરત ખેંચી લીધા. ગ્રીન હવે આઈપીએલ હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેણે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેને કેકેઆર દ્વારા ૨૪.૭૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

કેમેરોન ગ્રીન ૨ કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો. શરૂઆતમાં, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ગ્રીનને ખરીદવાની દોડમાં હતા. કોલકાતા નાઈટ રાઇડર્સે પણ રસ દર્શાવ્યો. કેકેઆર એ ગ્રીન માટે બોલી લગાવવાનું ચાલુ રાખ્યું,

પરંતુ રાજસ્થાન પીછેહઠ કરવા તૈયાર ન હતું. બોલી ઝડપથી ૧૩ કરોડ રૂપિયાને વટાવી ગઈ. ત્યારબાદ સીએસકે એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ કર્યો અને હવે સીએસકે અને કેકેઆર વચ્ચે જોરદાર સ્પર્ધા છે. કેકેઆર એ ગ્રીનને ૨૫.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો.

મુંબઈ ઇન્ડિયન્સે કેમેરોન ગ્રીન માટે બોલી લગાવી હતી, પરંતુ તેમના પર્સમાં ફક્ત ૨.૭૫ કરોડ બાકી હતા, તેથી તેઓએ વધારે બોલી લગાવી ન હતી. ત્યારબાદ કેકેઆર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર બિડિંગ વોર શરૂ થઈ. રાજસ્થાન, તેમના પર્સમાં ૧૬.૦૫ કરોડ બાકી હતા છતાં ગ્રીન માટે ૧૩ કરોડ ૪૦ લાખ સુધી બોલી લગાવી.

ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રવેશ કર્યો. ચેન્નાઈ અને કોલકાતા ફ્રેન્ચાઇઝી વચ્ચે જોરદાર બિડિંગ વોર જોવા મળી. બંને ટીમોને ઓલરાઉન્ડરની જરૂર હતી, તેથી તેઓ ખર્ચ કરવામાં પાછળ ન રહ્યા. આઈપીએલ હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કોઈપણ ખેલાડી માટે આ સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી. અગાઉ, તેઓએ ૨૦૨૩ ની હરાજીમાં બેન સ્ટોક્સને ૧૬.૨૫ કરોડમાં ખરીદ્યો હતો,

જે હરાજીમાં તેઓએ કરેલી સૌથી વધુ બોલી હતી.દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્‌સ, રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.

આઈપીએલ હરાજીમાં કોઈ વિદેશી ખેલાડી ૩૦ કરોડમાં વેચાય કે ૨૦ કરોડમાં તેને ૧૮ કરોડ મળશે. જો કેમેરોન ગ્રીનને આજે ૩૦ કરોડમાં બોલી લગાવવામાં આવે તો પણ તેને ફક્ત ૧૮ કરોડ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.