Western Times News

Gujarati News

ગાંભોઈ પંથકમાંથી ૬.પ૦ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) નાતાલ પૂર્વે વર્ષ ર૦રપની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા પોલીસતંત્ર પાસ પરમીટ વિના દારૂ અને બીયરની હેરાફેરી કરતા તત્વો પર કડકાઈ શરૂ કરી રહી છે

ત્યારે ગાંભોઈ પોલીસે બાતમીને આધારે સોમવારે તેમના પોલીસ સ્ટેશનના હદમાંથી અંદાજે રૂ. ૬.પ૦ લાખની વધુની કિંમતની અંદાજે ર૦૦૦ બોટલ ઝડપી લઈને ત્રણ જણાની મુદ્દામાલ સાથે અટકાયત કરી તરત જ પકડાયેલા ત્રણ સહિત પાંચ જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી હતી.

આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ ૩૧ મી ડિસમ્બર પૂર્વે શામળાજી અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે ત્યારે સોમવારે ગાંભોઈ પોલીસને એવી બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવી રહેલ એક કારમાં પાસ પરમીટ વિના બે શખ્સો દારૂ અને બિયરનો જથ્થો લઈ વાહન પર ખોટી નંબર પ્લેટ લગાવી હિંમતનગર તરફ આવી રહ્યા છે.

જે આધારે ગાંભોઈ-રણાસણ ત્રણ રસ્તા પર ગાંભોઈ પોલીસ વાહન ચેકિંગ કરતો હતો ત્યારે એક શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેની અટકાવી અંદર બેઠેલ બે જણાની પુછપરછ કરી હતી. જેમાં ભૈરા ધનેશ્વર ડામોર તથા મુકેશ કુરીચંદ્ર ભીલ હોવાનું જણાવ્યું હતુ.

ત્યારબાદ કાર નં. આરજેર૭સીએન ૧૯૯૪ ની ઝડતી લેતાં તેમાંથી અંદાજે રૂ. ૪,પ૦,૧૧૦ ની કિંમતની ૧૦૪૭ દારૂ અને બિયરની બોટલો હાથ લાગી હતી. જેથી પોલીસે પકડાયેલા બંને પાસેથી અંદાજે રૂ. ૬ હજારની કિંમતના બે મોબાઈલ, કાર અને દારૂ તથા બિયરનો જથ્થો મળી અંદાજે કુલ રૂ. ૮,પ૬,૧૧૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને અને ન પકડાયેલા તનિષ્ક તથા હરસોલના બાપુ નામના શખ્સ સહિત ચાર જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તેજ પ્રમાણે ગાંભોઈ પોલીસે બાતમીને આધારે શામળાજી તરફથી આવી રહેલ કાર નં. આરજેર૭સીએન ૪૮૩ર ને શંકાને આધારે ઉભી રખાવી હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતા પોલીસને પાસ પરમીટ વિનાની અંદાજે રૂ. ર,૧૧,ર૦૦ ની કિંમતની ૯૬૦ દારૂ બોટલો તથા ટીન મળી આવ્યા હતા.

તેમજ તપાસ દરમ્યાન પોલીસે પકડાયેલા રાજેન્દ્રસિંગ પ્રેમસિંગ ચૌહાણ પાસેથી રૂ. ર હજારની કિંમતનો મોબાઈલ મળી અંદાજે રૂ. ૬,૧૩, ર૦૦ નો મુદ્દામાલ કબજે લઈ અજીતમીણા, પ્રભુબદાસ મીણા અને નડીયાદથી માલ મંગાવનાર અજાણ્યા શખ્સ મળી ચાર જણા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.