ખ્રિસ્તી મિશનરીઓ ચાલાકીથી ધર્માંતરણ કરાવે છે: નીતિન પટેલ
File
કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ધર્માંતરણ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી
મહેસાણા, કડીના બુડાસણ ગામે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ઓમકાર મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઘટી રહેલી હિન્દુ વસ્તી અને વિભાજન તેમજ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે. છેલ્લા રપ, ૩૦, ૪૦ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ. આપણામાં વિભાજન છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે. વસ્તી વધતી જાય છે. તેમણે ધર્માંતરણના બે અલગ પરિબળો અંગે વાત કરીને કહ્યું કે, બે અલગ વિષય છે. એક ફોસલાવી ફોસલાવીને, હાથ ફેરવીને, પટાવી પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે
અને બીજા આતંકવાદીઓ, દેશદ્રોહીઓ, હિંસક લોકોનો પક્ષધર છે જ્યારે બન્નેનું લક્ષ તો એક જ છે કે, હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું, આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી અ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી ધર્મપરિવર્તનનું કામ કરે છે. કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. આપણે એ બે પરિબળો સામે લડવાનું છે પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે.
એકની સામે એના જેવું જ સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ કરીને આપણે લોકોને આપણામાં જાળવવાના છે. તમે જુઓ નકસલવાદ… છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ એ વિસ્તારોમાં આદિવાસીઓમાં આ જ વાત છે કે આપણું પડાવી લીધું, આપણું લઈ લીધું, આપણું જ છે,
કોઈ વીજળી નહીં આવવા દેવાની, કોઈ કારખાનું નહીં નાંખવા દેવાનું, રોડ નહીં બનવા દેવાના અને નકસલવાદ, નકસલવાદ, નકસલવાદ એટલે ડાબેરીઓ, સામ્યવાદીઓ એ જુદા નથી, સામ્યાવાદીઓએ જુદા નથી. સામ્યવાદીઓ પણ બહુ હોશિયારીથી લડે છે.
