ગાંધીધામના પ્રતિષ્ઠિત વેપારીનો વીડિયો બનાવીને ટ્રક પાછળ કાર ઘુસાડી આપઘાત
ભુજ, ભુજ અને ગાંધીધામ હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ગાંધીધામના એક જાણીતા વેપારીએ પોતાની જ કાર ટ્રક પાછળ અથડાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક નરેશભાઈ ધર્મદાસ ચંદનાની ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ચંદનાનીના ભાઈ હતા.
૫૬ વર્ષીય વેપારીના અપમૃત્યુથી સમગ્ર પંથકમાં અને વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ કરુણ ઘટના પૂર્વે નરેશભાઈએ ચાલુ કારમાં પોતાનો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મરવા માટે મજબૂર થયા છે. તેમણે આક્ષેપ કર્યાે હતો કે દુકાન અને પ્લોટની ખરીદી બાબતે અમુક લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી હતી, જેના કારણે તેઓ આ અંતિમ પગલું ભરી રહ્યા છે.
વીડિયોમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમના મૃત્યુ બાદ તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ.મૃતક વેપારીએ પોતાના વીડિયોમાં સંજય રાય, કંચન રાય, અશોક ચેલાણી, માણેક ચેલાણી, બંટી ચેલાણી, મનીષ ઠક્કર અને રમેશ ગઢવીના નામ લીધા હતા. આ નિવેદન આપ્યા બાદ તેમણે શેખપીર ચોકડી નજીક પોતાની કારને આગળ જતી ટ્રક પાછળ જોરથી ભટકાવી દીધી હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.SS1MS
