ખંભાત શહેરમાં ખોટું પેઢીનામું બનાવી પ્લોટ વેચી દેતાં ફરિયાદ
આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં જીવીત વ્યક્તિનો મરણનો દાખલો, ખોટું પેઢીનામું તેમજ ખોટા દસ્તાવેજો બનાવીને કિંમત પ્લોટ બારોબાર અન્યને વેચી દેનાર મહિલા વિરુદ્ધ ખંભાત શહેર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેની આગળની તપાસ આણંદ એસઓજી પોલીસ ચલાવી રહી છે.
મૂળ ખંભાતના અને હાલ મુંબઈ રહેતાં ઐયુબભાઈ ઈસુબઅલી ઉર્ફે ઐયુબ અબ્બાસ હુસૈનઅલીનો ખંભાત વહોરા રવાડમાં આવેલ ખુલ્લો પ્લોટ ખંભાત સીટી વોર્ડ નંબર ૨ તેમજ ખંભાત સીટી સર્વે નંબર-૪૩૮૮ ક્ષેત્રફળ ૫૭.૬૯૨૯ ચો.મી.નો આવેલો છે.
આ ઐયુબભાઈ ઇસુબઅલી ઉર્ફે ઐયુબ અબ્બાસ હુસૈનઅલી જીવીત હોવા છતાં પણ સાંતાક્›ઝ વેસ્ટ, મુંબઈમાં રહેતાં યાસ્મીન યુસુફ મસાલાવાલાએ ગત તારીખ ૧૩-૭-૧૯૬૩ના રોજ મરણ પામેલા હોવા અંગેનું મરણ પ્રમાણપત્ર નંબર ડી૧૯૬૩૧૦૦૦૦૯૫૫ જેની નોંધણી તારીખ ૧૮-૭-૧૯૬૩ તેમજ મરણ નોંધણી ક્રમાંક-૨૫૫ તથા મરણ પ્રમાણપત્ર ઇસ્યુ કરી તારીખ ૯-૧૧-૨૦૪નો બનાવટી મરણ દાખલા બનાવડાવ્યો હતો.
આ ઉપરાંત ઐયુબભાઈ ઇસુબઅલી ઉર્ફે ઐયુબ અબ્બાસ હુસૈનઅલીના બનાવટી વારસાઇ અંગેના બનાવટી પેઢીનામાં બનાવડાવી આ બનાવટી મરણના દાખલા તેમજ બનાવટી વારસાઈ પેઢીનામુ બનાવટી હોવાનું યાસ્મીન યુસુફ મસાલાવાલા જાણતા હોવા છતાં પણ ઠગાઇ કરી આર્થિક ફાયદો મેળવવાના ઇરાદાથી બનાવટી મરણ પ્રમાણપત્ર તથા બનાવટી વારસાઇ પેઢીનામાનો સાચા તરીકે ઉપયોગ કરી પ્લોટ પોતાના નામે વેચાણ દસ્તાવેજથી રાખી ખંભાત, વ્હોરવાડના જુઝર ફઝલેઅબ્બાસ મુનસીફ નાઓને વેચાણ આપી દીઘો હતો. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે યાસ્મીન યુસુફ મસાલાવાલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
