વસ્ત્રાપુરના વૃદ્ધે શેરબજારમાં નફો લેવા જતા ૩૧ લાખ ગુમાવ્યા
અમદાવાદ, અમદાવાદમાં સાયબર ફ્રોડનો વધુ કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધને ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ૩૨ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં ગઠિયાઓએ આ રકમ રોકીને વૃદ્ધને વિડ્રો ન કરવા દઇને ૩૧.૭૫ લાખનું ળોડ કર્યું હતું.
સાયબર ક્રાઈમે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધે ફોનમાં ઓનલાઇન માધ્યમથી અલગ અલગ ટ્રેડિંગ વેબસાઇટમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ ડેમો લેક્ચર માટે અરજી કરી હતી.
જે બાદ પોતાની વિગતો આપી હતી અને તેવામાં તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્‰પમાં એડ કરવામાં આવ્યા હતા. ગ્‰પમાં શેરબજારની ટિપ્સ આપવામાં આવતી હતી અને વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પોતાનું લોગીન આઈ.ડી. જનરેટ કર્યું હતું. ત્યારબાદ, ગઠિયાઓએ તેમને અન્ય ગ્‰પમાં એડ કરીને ઊંચા વળતરની લાલચ આપી હતી.
આ ઉપરાંત, અજાણી મહિલાએ પર્સનલ મેસેજ કરીને શેર ખરીદવા માટે જુદા જુદા બેંક એકાઉન્ટની વિગતો મોકલવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૩૨ લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ કેટલીક રકમ વિડ્રો કરવા જતા માત્ર ૨૫ હજાર વિડ્રો થયા હતા.
જ્યારે એપ્લિકેશનમાં રોકાણ અને નફા સહિતનું બેલેન્સ ૭૦ લાખ જેટલું દર્શાવવામાં આવ્યું ત્યારે મોટી રકમ વિડ્રો કરવાની રિક્વેસ્ટ નાખી હતી. ગઠિયાઓએ આ રકમ વિડ્રો ન કરવા દઇને વધુ ૫૬ લાખનું રોકાણ કરવાનું કહેતા વૃદ્ધને સાયબર ફ્રોડની શંકા ગઇ હતી. વૃદ્ધે ૩૧.૭૫ લાખના ફ્રોડ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ તેજ કરી છે.SS1MS
