Western Times News

Gujarati News

રાજ્યમાં ધો.૩થી ૧૨નો અભ્યાસક્રમ અપડેટ થશે, વિદ્યાર્થીઓ એઆઈ ભણશે

અમદાવાદ , રાજ્યની સ્કૂલોમાં હવે ધોરણ-૩થી ૧૨માં અભ્યાસક્રમનું નવુ માળખુ આગામી સમયમાં ઘડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. નવા અભ્યાસક્રમમાં ધોરણ-૬થી જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ ટેન્કોલોજીના ચેપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે. શિક્ષણનિતી- ૨૦૨૦માં કરવામાં આવેલી જોગવાઈના અનુસંધાને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ટૂંક સમયમાં જ સ્ટેટ કરિક્યુલર ફ્રેમવર્ક જાહેર કરવામાં આવશે.

આ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યા બાદ તેના આધારે નવા અભ્યાસક્રમના પુસ્તકો તૈયાર કરાશે. જોકે, હાલની સ્થિતીને જોતા નવા અભ્યાસક્રમની અમલવારી શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮થી થાય તેમ લાગી રહ્યું છે.

સમગ્ર દેશના શિક્ષણમાં ધરમુળથી ફેરફારને લઈને નવી શિક્ષણનિતી-૨૦૨૦ અમલમાં લાવવામાં આવી છે. જેમાં સ્કૂલોના અભ્યાસક્રમમાં મોટાપાયે ફેરફાર કરવા માટે પોલીસીમાં સુચનો કરવામાં આવ્યા છે.

આ સુચનોમાં દેશ અને રાજ્યમાં બદલાતા સમય સાથે ઉપયોગી થાય તે પ્રકારના પ્રકરણોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવા માટે સુચન કરાયું છે. જેના ભાગરૂપે એનસીઈઆરટી દ્વારા ૨૦૨૩માં જ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ માળખું જાહેર કરવામાં આવ્યા બાદ દેશના અન્ય રાજ્યોને પણ ડ્રાફ્ટ અનુસાર અભ્યાસક્રમ તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી હતી.

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં નક્કી થયેલા માળખાના પગલે હવે ગુજરાતમાં જીસીઈઆરટી દ્વારા પણ રાજ્યની સ્કૂલોના અભ્યાસક્રમ અંગે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ટૂંકમાં પ્રક્રિયા પુર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ જીસીઈઆરટીદ્વારા સત્તાવાર રીતે નવું અભ્યાસક્રમ માળખું જાહેર કરવામાં આવશે.

નવા માળખામાં ધોરણ-૩થી ૧૨ સુધીનો અભ્યાસક્રમમાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. જીસીઈઆરટી દ્વારા નવા જાહેર થનારા અભ્યાસક્રમના માળખામાં હાલના સમયમાં જેની સૌથી વધુ માંગ છે તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સમાવેશ કરવાનું આયોજન કરાયું છે.

ધોરણ-૬થી જ વિદ્યાર્થીઓને છૈંનું શિક્ષણ મળે તે માટે આ ટેન્કોલોજીના ચેપ્ટરો પુસ્તકમાં ઉમેરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જેથી રાજ્યના વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્કૂલોમાં જ એઆઈથી વાકેફ થશે અને બદલતા સમય સાથે કદમ મિલાવી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.