સની દેઓલના પાવરફુલ ડાયલોગ સાથે ‘બોર્ડર ૨’નું ટીઝર રિલીઝ
મુંબઈ, લોંગેવાલા ચેકપોસ્ટ પર ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને દર્શાવતી ‘બોર્ડર’ ફિલ્મ સમગ્ર દેશમાં લોકપ્રિય બની હતી. હવે વર્ષાે બાદ આ ફિલ્મની સિક્વલ આવી રહી છે.ફિલ્મમાં ‘બોર્ડર ૨’ ફિલ્મમાં દિલજીત દોસાંઝે, વરુણ ધવન અને અહાન શેટ્ટી સહિતના અભિનેતાઓએ કામ કર્યું છે.
થોડા સમય પહેલા જ ‘બોર્ડર ૨’ ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે તાજેતરમાં ‘બોર્ડર ૨’ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.‘બોર્ડર ૨’ ફિલ્મના ટીઝરની શરૂઆત સન્ની દેઓલના ડાયલોગ સાથે થાય છે.
તુમ જહાં સે ભી ઘૂસને કી કોશિશ કરોગે આસમાન સે જમીન સે, સમુંદર સેપ સામને એક હિન્દુસ્તાની ફૌજી ખડા પાઓગે, જો આંખો મેં આંખે ડાલકર કહેગા, હિમ્મત હેં તો આગે આ, યે ખડા હે હિન્દુસ્તાન.” આ ડાયલોગ સાથે ફિલ્મનું ટ્રીઝર શરૂ થાય છે.
ટીઝરમાં આર્મી અને એર ફોર્સના એક્શન સીનની સાથોસાથ રોમેન્ટિક સીન પણ જોવા મળે છે. “આવાઝ કહાં તક જાની ચાહિએપલાહોર તક” અંતે સન્ની દેઓલના આ ડાયલોગ સાથે ટીઝર પૂરૂં થાય છે.‘બોર્ડર ૨’ ફિલ્મમાં જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પણ છે. તેની ફિલ્મ ‘સરદારજી ૨’માં એક પાકિસ્તાની અભિનેત્રી હતી. જેના કારણે તે ફિલ્મનો વિરોધ થયો હતો.આ વિરોધ ‘બોર્ડર ૨’માં પણ નડ્યો હતો. કારણ કે ‘બોર્ડર ૨’ના પોસ્ટરમાં દિલજીત દોસાંઝેને દર્શાવવામાં આવ્યો છે.
જેને લઈને રાજસ્થાન કરણી સેના અને રાજસ્થાન ફિલ્મ એસોસિએશને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે “બોર્ડર ૨” ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે, જ્યારે જેપી દત્તા, નિધિ દત્તા, ભૂષણ કુમાર અને કૃષ્ણકુમારે તેનું નિર્માણ કર્યું છે.૧૯૯૭માં રિલીઝ થયેલો પહેલો ભાગ બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર રહ્યો હતો. હવે ૨૯ વર્ષ પછી રિલીઝ થનારી આ સિક્વલ હીટ રહેશે કે ફ્લોપ એ જોવાનું રહેશે.SS1MS
