વિરાટ અનુષ્કા ફરી એકવાર પ્રેમાનંદ મહારાજનાં શરણે
વૃંદાવન, ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક રંગે રંગાયેલા જોવા મળ્યા છે. ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર, આ જોડીએ વૃંદાવનમાં પૂજ્ય સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હાલમાં વિશ્વભરમાં લોકપ્રિય ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના પ્રવાસે છે. અનેક દિગ્ગજ હસ્તીઓ મેસ્સીને મળવા માટે ઉત્સુક છે, અને એવી અટકળો હતી કે વિરાટ અને અનુષ્કા પણ તેમને મળશે.
પરંતુ આ પાવર કપલે ગ્લેમર વર્લ્ડની ઈવેન્ટને બદલે વૃંદાવનની શાંતિ પસંદ કરી હતી અને પ્રેમાનંદ મહારાજના દર્શન માટે પહોંચી ગયા હતા.શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો પરિધાન કરીને અને કપાળ પર તિલક લગાવીને વિરાટ અને અનુષ્કા સામાન્ય ભક્તોની જેમ જમીન પર બેઠેલા જોવા મળ્યા હતા.
મહારાજજી સાથેના સત્સંગ દરમિયાન વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. મહારાજજીના પ્રવચન સાંભળતી વખતે અનુષ્કા શર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ હાથ જોડીને એકચિત્તે વાતો સાંભળી રહ્યા હતા.SS1MS
