Western Times News

Gujarati News

ગુજરાતમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ લદાયો

પ્રતિકાત્મક

હવે રાજ્યના તમામ પાન પાર્લરચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે

આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડપોટેશિયમ નાઇટ્રેટઆર્ટિફિશિયલ ડાયકેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છેજે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક

રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીનેરાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપરગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહવેચાણવિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.

યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપરગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કેઆ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડપોટેશિયમ નાઇટ્રેટઆર્ટિફિશિયલ ડાયકેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છેજે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લરચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ (BNS)ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.