ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ધુરંધર ફિલ્મ જોવા આખું થિયેટર બુક કરાવ્યું
લખનઉ, બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ દર્શકો સાથે ઇન્ડસ્ટ્રીના બીજા અભિનેતાઓથી લઈને ફિલ્મ નિર્માતાઓ અને દેશના રાજકારણીઓ સુધી, દરેક જણ આ ફિલ્મ જોઈ રહ્યા છે. જેમાં હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢીને દક્ષિણ આફ્રિકા સાથેની મેચ પહેલા લખનઉમાં રણવીર સિહ અભિનીત ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું.
ગૌતમ ગંભીર, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિહ, તિલક વર્મા અને અન્ય ખેલાડીઓએ સોમવારે રાત્રે લખનઉના ફિનિક્સ પેલાસિયો મોલ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો આનંદ માણ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, ક્રિકેટરો માટે સંપૂર્ણ ઓડી બુક કરવામાં આવી હતી. મોલના પ્રાદેશિક નિર્દેશક સંજીવ સરીને જણાવ્યું, ‘‘અમે તેમના માટે આખી ઓડી નંબર ૧૦ બુક કરાવી હતી.
કારણ કે તે અમારા સ્ટાર ખેલાડીઓ વિશે છે, અને તેમની સલામતી અને આરામ માટે અમારી પાસે ઘણા બધા પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. તેથી, ફક્ત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે જ ફિલ્મનો ખાસ શો જોયો. લખનઉમાં ચેમ્પિયન ટીમ માટે આયોજન કરવાનો આનંદ થયો. ટુકડીની કુલ સંખ્યા ૪૦ સભ્યોની હતી.”
સારું, ચાલો આશા રાખીએ કે ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્મનો આનંદ માણ્યો હશે. ધુરંધરે ૧૧ દિવસમાં રૂ. ૩૮૧.૨૫ કરોડ કલેક્શન કર્યું છે. ૧૨ દિવસમાં, તે રૂ. ૪૦૦ કરોડમાં પ્રવેશ કરશે, જે અદ્વુત છે. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર બની છે. પરંતુ, હવે દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે શું તે ‘છાવા’ના લાઈફ ટાઈમ કલેક્શનને વટાવીને ૨૦૨૫ ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે.
વિકી કૌશલ અભિનીત છાવા ફિલ્મે રૂ. ૫૮૫.૭ કરોડ કલેક્શન કર્યું હતું. દરમિયાન ‘ધુરંધર’ બે ભાગની ફિલ્મ છે, અને ભાગ ૨ આવતા વર્ષે માર્ચમાં ઈદ દરમિયાન રિલીઝ થવાની શક્યતા છે. રણવીર સિહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ને બોક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી રહી છે અને એ રોજ નવા-નવા રેકોર્ડ કરી રહી છે.
ફિલ્મમાં રણવીર સિહ અને અક્ષય ખન્નાનાં પાત્રોને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સંજોગોમાં રણવીર સિહે પહેલી વખત ‘ધુરંધર’ની સફળતા પર પ્રતિભાવ આપ્યો છે.
