જો આ બિલ કાયદો બનશે તો ખાનગી કંપનીઓ ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશી શકશે
પ્રતિકાત્મક
વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું-લોકસભામાં પરમાણુ ઉર્જા શાંતિ બિલ પાસ- આ ઐતિહાસિક બિલને રાજ્યસભામાં રજૂ કરાશે
(એજન્સી)નવી દિલ્હી, ૧૭ ડિસેમ્બર લોકસભામાં પરમાણુ ઉર્જા શાંતિ બિલ પસાર થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફો‹મગ ઈન્ડિયા બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું. બિલ પાસ થતા જ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જોકે, હવે આ ઐતિહાસિક બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્ર સરકારે આ બિલને મંજૂરી આપી હતી.
જો આ બિલ કાયદો બનશે તો ખાનગી કંપનીઓ માટે ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશી શકશે. આ બિલ ૧૯૬૨ના પરમાણુ ઊર્જા કાયદા પછીનો સૌથી મોટો સુધારો સાબિત થશે. ૬૩ વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશે. જોકે, સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલનનું નિયંત્રણ સંભાળશે, પરંતુ ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટૅક્નોલાજી લાવશે. આ પગલું દેશના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા અને ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે અનિવાર્ય છે.
આઝાદી પછી ભારતમાં પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ હતું. માત્ર પરમાણુ ઊર્જા વિભાગ અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન જ તેનું સંચાલન કરતા હતા. ૧૯૬૨ના કાયદામાં સ્પષ્ટ લખ્યું હતું કે ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારો પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે નહીં. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર ૮ જીડબલ્યુ ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ બન્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર ૩% છે.
આ બિલ જૂના કાયદાઓ-૧૯૬૨નો એટોમિક એનર્જી એક્ટ અને ૨૦૧૦નો સિવિલ લાયબિલીટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટમાં સંશોધન કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલશે. કંપનીની વ્યાખ્યા બદલીને ર્ઝ્રદ્બpટ્ઠહૈજ છષ્ઠં, ૨૦૧૩ હેઠળ રજિસ્ટર્ડ કોઈપણ ફર્મને લાઇસન્સ મળી શકશે.
ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટૅક્નોલાજીમાં રોકાણ કરશે. તેઓ ઉત્પાદિત વીજળીના માલિક બનશે, એટલે કે વેચીને નફો કમાઈ શકશે. જ્યારે સરકાર એટલે કે એનપીસીઆઈએલ અથવા ડીએઈ જ રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને સંવેદનશીલ સામગ્રી (યુરેનિયમ) સંભાળશે. આ બિલ ફેક્ટરીમાં બનતા સસ્તા, સુરક્ષિત અને ઝડપી સ્મોલ મોડ્યુલર રિએક્ટરના નિર્માણને પ્રોત્સાહન આપશે.
ભારતે ૨૦૪૭ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન કરવા માગે છે. પરમાણુ ઊર્જા કોલસો કે સૌર ઊર્જા કરતાં વધુ સ્થિર અને સ્વચ્છ સ્ત્રોત માનવામાં આવે છે. હાલની ૮ ય્ઉથી ૧૦૦ ય્ઉ સુધી (૧૨ ગણો વધારો) પહોંચવાના લક્ષ્ય માટે રૂ.૧૫-૧૯ લાખ કરોડ(૨૧૪ અબજ ડૉલર)ની જંગી મૂડીની જરૂર પડશે, જે એકલા સરકારી સંગઠન એનપીસીઆઈએલ માટે સંભાળવી અશક્્ય છે.
સૌર અને પવન ઊર્જામાપબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલની સફળતાને ધ્યાનમાં રાખીને, પરમાણુ ક્ષેત્રમાં પણ આ જ મોડેલ અપનાવવામાં આવશે. ખાનગી ક્ષેત્રના પ્રવેશથી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવીનતા વધશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ સાથે જ કેટલાક મહત્ત્વના પડકારો પણ છે. સૌથી મોટો પડકાર જવાબદારી(લાયબિલિટી) કાયદાનો છે.
હાલમાં, ૨૦૧૦નો સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ ઍક્ટ ઉપકરણોના સપ્લાયરો પર ભારે જવાબદારી નાખે છે. શાંતિ બિલમાં થનારા સુધારાથી આ જોગવાઈ હળવી થઈ શકે છે, જે અમેરિકન જીઈ-હીટાચી એસએમઆરએસ જેવી વિદેશી ટૅક્નોલાજીને ભારતમાં આકર્ષવા માટે જરૂરી છે. આ ઉપરાંત, હાઇબ્રિડ મોડેલ(ખાનગી અને સરકારી ભાગીદારી)માં નિયમન અને સલામતી જાળવવી પડકારરૂપ રહેશે,
જોકે સલામતી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના ધોરણો પર આધારિત હશે. વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક નવું ન્યુક્લિયર ટ્રિબ્યુનલ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, ઉદ્યોગ જગતનું સ્પષ્ટ માનવું છે કે જો લાયબિલિટીના નિયમો પૂરતા સ્પષ્ટ નહીં થાય તો વૈશ્વિક ખેલાડીઓ ભારતીય બજારમાં રોકાણ કરવામાં ખચકાશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં પોતાના બજેટ ભાષણમાં જ આ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક ન્યુક્લિયર એનર્જી મિશનની પણ જાહેરાત કરી હતી, જેના હેઠળ નાના મોડ્યુલર રિએક્ટર પર સંશોધન અને વિકાસ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વળી, ૨૦૩૩ સુધીમાં ૫ સ્વદેશી જીસ્ઇજ શરુ કરવાની યોજના છે.
