રાજ્યોએ અત્યાર સુધીમાં ૨.૧૨ કરોડ નકલી રેશનકાર્ડધારકોનાં નામ રદ કર્યાં
નવી દિલ્હી, કેન્દ્ર સરકારને એવી આશંકા હતી કે જાહેર વિતરણ પ્રણાલી યોજનાનો લાભ લેનારા પૈકી ૮.૧૫ કરોડ લોકો બોગસ રેશનકાર્ડની મદદથી લાભ લઇ રહ્યા છે, જેના પગલે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધીમાં ૨.૧૨ કરોડ બોગસ રેશનકાર્ડ ધારકોના નામ આ યોજનામાંથી બાકાત કરી દીધા છે એમ બુધવારે સંસદને માહિતી આપવામાં આવી હતી.
નેશનલ ફૂડ સિક્યુરિટિ એક્ટ અંતર્ગત જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી દર મહિને વ્યક્તિ દીઠ કુલ પાચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવે છે જેમાં ચોખા અને ઘંઉનો સમાવેશ થઇ જાય છે, જ્યારે સૌથી વધુ ગરીબ વ્યક્તિને અંત્યોદય યોજના હેઠળ પ્રત્યેક પરિવારને દર મહિને ૩૫ કિલો અનાજ મફત આપવામાં આવે છે.
એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ગ્રાહક અન્ન બાબતોના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ એવી એક યાદી જોડી હતી જે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાઇ હતી અને રેશનકાર્ડ ધરાવનારા લોકોની ચકાસણી કરવા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકીદ કરાઇ હતી.SS1MS
