ટ્રેન ઉપડવાના ૧૦ કલાક પહેલાં ટિકિટ ‘કન્ફર્મ’નો મેસેજ મળી જશે
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશભરમાં રોજે-રોજ રેલવે ટ્રેનોમાં લાખો લોકો મુસાફરી કરે છે. રેલવેએ મુસાફરોની સરળતા માટે એક સારો નિર્ણય કર્યાે છે. હવે મુસાફરોને ટ્રેન ઉપડવાના ૧૦ કલાક પહેલા ખબર પડી જશે કે ટ્રેનમાં તેમની સીટ કન્ફર્મ થઈ છે કે નહીં? જો મુસાફરની સીટ કન્ફર્મ થઈ નહીં હોય અને વેઇટિંગમાં જ રહી ગઈ છે તો તેમને યાત્રા શરુ થવાના ૧૦ કલાક પહેલા જ એક ટેક્સ્ટ મેસેજ દ્વારા માહિતી મળી જશે.
હકીકતમાં, રેલવેએ મુસાફરોની સુવિધા માટે નવી ચા‹ટગ સિસ્ટમ લાગુ કરી છે. હવે ટ્રેનોના રિઝર્વેશન ચાર્ટ યાત્રા શરુ થવાના સમયથી ૧૦ કલાક પહેલા તૈયાર કરી લેવાશે, જેથી યાત્રીઓને સમયસર જ રિઝર્વેશન સ્ટેટ્સની ખબર પડી શકે. રેલવે બોર્ડના કહેવા પ્રમાણે, સવારે ૦૫ઃ૦૧ કલાકથી બપોરે ૨ઃ૦૦ સુધી ઉપડનાર ટ્રેનોના ચાર્ટ એક દિવસ પહેલા રાત્રે ૮ઃ૦૦ કલાક સુધી તૈયા થઈ જશે.
જ્યારે, બપોરે ૨ઃ૦૧થી લઈને રાત્રે૧૧ઃ૫૯ કલાક સુધી અને રાત્રે ૧૨ઃ૦૦ કલાકથી સવારે ૦૫ઃ૦૦ કલાકની વચ્ચે ઉપડનાર ટ્રેનોના ચાર્ટ ૧૦ કલાક પહેલા જ તૈયાર થઈ જશે. આ માટે ઈમરજન્સી ક્વોટા ફીડિંગ કોઈ પણ સંજોગમાં આઠ કલાક પહેલા થશે.અહીં નોંધવું રહ્યું કે, આ વર્ષે જુલાઈ મહિનામાં જ રેલવેએ ટ્રેનના રિઝર્વેશન ચાર્ટના સમયને લઈને ફેરફાર કર્યાે હતો અને ટ્રેનના ડિપાર્ચર(ઉપડવાના)થી આઠ કલાક પહેલા મુસાફરોને ટેકસ્ટ મેસેજ દ્વાર માહિતી આપવામાં આવી રહી હતી કે તેમની સીટ કન્ફર્મ થઈ છે કે નહીં.
જ્યારે જુલાઈ ૨૦૨૫ પહેલા, યાત્રીઓને ચાર કલાક પહેલા રિઝર્વેશન સ્ટેટ્સની ખબર પડતી હતી કે તેમની સીટ કન્ફર્મ થઈ છે કે નહીં. જોકે, હવે યાત્રીઓને ટ્રેન ઉપડવાના ૧૦ કલાક પહેલા જ રિઝર્વેશન સ્ટેટસની ખબર પડી જશે અને તેમની પાસે ટિકિટ કન્ફર્મ ન હોવાની પરિસ્થિતિમાં મુસાફરી માટે બીજા વિકલ્પ પર પ્લાન બનાવવા માટે પુરતો સમય મળી શકશે.SS1MS
