રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે
મુંબઈ, રજનીકાંતની ‘જેલર ટુ’માં નોરા ભાટિયાનું એક ડાન્સ સોંગ હશે. પાર્ટ વનમાં તમન્ના ભાટિયાનું ‘કવ્વાલા’ ડાન્સ સોંગ હતું અને તે ભારે લોકપ્રિય થયું હતું. હવે પાર્ટ ટુમાં નોરા ભાટિયાનું ડાન્સ સોંગ સામેલ કરાયું છે. નોરાએ ચેન્નઈમાં સતત આઠ દિવસ સુધી આ સોંગનું શૂટિંગ કર્યું હતું.
આ સોંગ માટે સ્ટુડિયોમાં નહિ પરંતુ આઉટડોર શૂટિંગ કરાયું હતું. જોકે, આ સોંગમાં તેની સાથે કોણ સ્ક્રીન શેર કરી રહ્યું છે કે ગીતના શબ્દો શું હશે તેની વિગતો સર્જકોએ ગુપ્ત રાખી છે. ‘જેલર ટુ’ના ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર છે. આ ફિલ્મમાં ફરી રજનીકાંત મુખ્ય ભૂમિકામાં દેખાશે. તેની સાથે રામ્યા ક્રિષ્ણન સહિતના કલાકારો હશે. ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં પૂર્ણ થયા બાદ આવતાં વર્ષે એપ્રિલ-મેમાં રજૂ કરવાનું પ્લાનિંગ છે.SS1MS
