વૈષ્ણોદેવીથી ફતેપુરા સુધી રૂ. ૩૨૬ કરોડના ખર્ચે વેસ્ટર્ન ટૂંક લાઈનનું કામ પૂર્ણ
પ્રતિકાત્મક
અમદાવાદ, (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ પટ્ટામાં રૂ. ૩૨૭ કરોડના ખર્ચે ૨૭,૩૦૪ કિ.મી. લંબાઈ ધરાવતી વેસ્ટર્ન ટૂંક મેઈન લાઈનની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ડિસેમ્બરના અંતે વેસ્ટર્ન ટૂંક મેઈન લાઈનનું લોકાર્પણ કરવામાં આવશે.
આ વેસ્ટર્ન ટૂંક મેઈન લાઈન કાર્યરત થવાને પરિણામે S P રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ, શીલજ, આંબલી, એપલવુડ, શાંતિપુરા થઈને સનાથલ થઈને સાબરમતી નદી સુધી ટ્રેનેજના પાણીનો નિકાલ થશે અને તેના કારણે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ગટરો બેક મારવાની સમસ્યામાંથી છૂટકારો મળશે તેમજ ૧૮થી ૨૦ લાખની વસ્તીને રાહત મળશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ થઈ સાબરમતી નદી સુધી વેસ્ટર્ન ટૂંક મેઈન લાઈન નાંખવાની કામગીરી પાંચ તઠક્કામાં પૂરી કરવામાં આવી છે. પેકેજ- ૧ અંતર્ગત વૈષ્ણોદેવીથી ખ્યાતિ સર્કલ થઈ વકીલ બ્રિજ સુધી ઓપન ખોદાણ પદ્ધતિ, પેકેજ- ૨ હેઠળ SP રિંગ રોડથી ખ્યાતિ સર્કલથી વકીલ બ્રિજ સુધી માઈક્રો ટનલિંગ પદ્ધતિ,
પેકેજ- ૩ હેઠળ શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ થઈ SP રિંગ રોડને સમાંતર માઈક્રો ટનલિંગ પદ્ધતિ, પેકેજ -૪ હેઠળ સનાથલ સર્કલના દક્ષિણ છેડાથી ફતહેવાડી થઈ સાબરમતી નદી સુધી ઓપન એક્સવેશનથી ૨,૪૦૦ મી. વ્યાસની નવી ડ્રેનેજ ટૂંક લાઈન, અને પેકેજ-૫ હેટળ રેલવે, જેટકો, UGVCL, ઈરીગેશ કેનાલના ક્રોસિંગ અને શિફ્ટિંગની કામગીરી સહિત કુલ રૂ.૩૨૬ કરોડનો ખર્ચ થયો છે.
ચાલુ વર્ષે ચોમાસામાં રહીશોને ગરના પાણી અને વરસાદી પાણી ભરાવાને કારણે વેઠવી પડતી હાલાકી હળવી થશે. પશ્ચિમ પટ્ટામાં એપલવુડ, સનાથલ, શાંતિપુરા, બોપલ, ઘુમા, શીલજ, ઓગણજ, ભાડજ, શૈલા, સાયન્સ સિટી. સાઉથ બોપલ, અને ફતેહવાડી સહિતના વિસ્તારોના ૧૮.૨૦ લાખ રહીશોની હાલાકી હળવી થશે.
SP રિંગ રોડ ફરતે આવેલ એપલવુડ, સનાથલ, શાંતિપુરા, બોપલ, ઘુમા, શીલજ, ઓગણજ, ભાડજ, શેલા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, અને શ્નોહવાડી વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થયા છે. આ વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે મેઈન ટૂંક લાઈનમાં ઉપરોક્ત તમામ વિસ્તારોનાં ગટરનાં પાણીનાં નિકાલ માટેની લાઈનોનાં જોડાણ કરી આપવામાં આવશે.
