Western Times News

Gujarati News

કેનેડામાં ૧૬ કરોડનો માલ સગેવગે કરનાર ૫ ગુજરાતીઓની ધરપકડ

ટોરન્ટો, વિદેશમાં જઈને ગુજરાતીઓ પોતાની મહેનતથી નામ કમાતા હોય છે, પરંતુ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી એક શરમાજનક કિસ્સો સામે આવ્યો છે. અજેક્સ શહેરમાં આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે ૧૬ કરોડ (૨ મિલિયન કેનેડિયન ડોલર)ની કિંમતનો માલ ચોરી કરવાના ગુનામાં પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે.

Three males and two females are facing charges after a $2 million Amazon theft and fraud investigation in Ajax.

છેલ્લા બે વર્ષથી એમેઝોનના આ વેરહાઉસમાંથી કિંમતી સામાન ગાયબ થઈ રહ્યો હતો. ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં એમેઝોનના જ બે કર્મચારીઓ મુખ્ય સૂત્રધાર હતા. તેઓ અંદરથી માલ ચોરી કરીને બહાર મોકલતા હતા, જ્યાં અન્ય ત્રણ શખ્સો આ માલને વેચવામાં મદદ કરતા હતા.

નવેમ્બર ૨૦૨૫માં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. સતત વોચ રાખ્યા બાદ ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પોલીસે બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્કારબોરો વિસ્તારમાં સર્ચ વોરન્ટ દરમિયાન અન્ય ત્રણ સાગરીતો પણ પકડાઈ ગયા હતા.

ધરપકડ કરાયેલા પાંચેય વ્યક્તિઓ ગુજરાતી મૂળના છે અને તેમની ઉંમર ૨૮ થી ૩૬ વર્ષની વચ્ચે છે.
૧. મેહુલ બળદેવભાઈ પટેલ (ઉંમર ૩૬, ન્યુમાર્કેટ)ઃ ૫૦૦૦ થી વધુની છેતરપિંડી અને ચોરીનો આરોપ ૨. આશિષકુમાર સવાણી (ઉંમર ૩૧, સ્કારબરો)ઃ છેતરપિંડી, ચોરી, ગુનાહિત રીતે મેળવેલી મિલકતનું વેચાણ અને હેરાફેરીના આરોપો. ૩. બંસરી સવાણી (ઉંમર ૨૮, સ્કારબરો)ઃ ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવી અને ગુનાની કમાણી રાખવાનો આરોપ. ૪. યશ ધામેલિયા (ઉંમર ૨૯, સ્કારબરો)ઃ હેરાફેરીના હેતુથી ગુનાહિત મિલકત રાખવાનો આરોપ.

૫. જાનવીબેન ધામેલિયા (ઉંમર ૨૮, સ્કારબરો)ઃ હેરાફેરીના હેતુથી ગુનાહિત મિલકત રાખવાનો આરોપ. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સ્કારબોરો સ્થિત રહેઠાણમાંથી અંદાજે ૨ કરોડની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ૪૦ લાખ રોકડા મળી આવ્યા હતા. આ ટોળકી પર અત્યાર સુધીમાં કુલ ૧૨થી વધુ ગંભીર આરોપો નોંધવામાં આવ્યા છે.

કેનેડાના કાયદા મુજબ, જો આ આરોપીઓ પરના ગુના સાબિત થશે, તો તેમને લાંબા સમયની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, જો તેઓ ત્યાં કાયમી રહેવાસી કે નાગરિકતા ધરાવતા નહીં હોય, તો તેમને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્્યતા છે. હાલમાં પોલીસ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે જો કોઈની પાસે આ ઘટના અથવા આવી જ અન્ય કોઈ ઘટના અંગે માહિતી હોય, તો તેઓ ફાઇનાÂન્શયલ ક્રાઇમ્સ યુનિટના ડી/કોન્સ્ટેબલ બોનરનો ૧-૮૮૮-૫૭૯-૧૫૨૦ પર સંપર્ક કરી શકે છે. તમે ગુપ્ત રીતે ડરહામ રિજનલ ક્રાઈમ સ્ટોપર્સને પણ જાણ કરી શકો છો, જે બદલ રોકડ ઈનામ પણ મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.