Western Times News

Gujarati News

ગાંધીનગરમાં બાળકોને કૂતરા સાથે બહાર નીકળવા પર પ્રતિબંધ

ગાંધીનગરમાં પાલતુ શ્વાન માટે નવી પોલિસી લાગુ -૯૦ દિવસમાં રજિસ્ટ્રેશન ફરજિયાતઃ 

ગાંધીનગર, અમદાવાદમાં પાલતુ શ્વાસનના હુમલાની ગંભીર ઘટના બાદ સફાળી જાગેલી ગાંધીનગર મહાનગરપાલિકાએ હવે પાલતુ કૂતરા માટેની નવી પોલિસીનો કડક અમલ શરૂ કરી દીધો છે. ૧પમી ડિસેમ્બર, ર૦રપથી આ નીતિ અમલી બનાવવામાં આવી છે, જે અંતર્ગત શહેરમાં પાલતુ શ્વાન રાખતા તમામ નાગરિકો માટે આગામી ૯૦ દિવસમાં મહાનગરપાલિકામાં ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

અમદાવાદના રામોલ- હાથીજણ વિસ્તારમાં એક સોસાયટીમાં પાલતુ શ્વાને ૪ મહિનાની બાળકી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેતા પેટ ડોગ પોલિસીનો ડ્રાફટ તૈયાર કર્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ હવે આ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. મહાનગરપાલિકાએ પેટ ડોગ રાખતા તમામ નાગરિકોને સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ આગામી ૯૦ દિવસની અંદર નિયત પ્રક્રિયા પૂર્ણ કરીને શ્વાસનનું રજિસ્ટ્રેશન કરાવી લેવી પણ અનિવાર્ય છે જયારે રજિસ્ટ્રેશન ફી રૂ.ર૦૦ તેમજ નિયત ફોર્મમાં વેÂક્સન વિગતો મામલે ડોકટરના સર્ટિફિકેટ સાથે રજૂ કરવું સમય મર્યાદા ૧પમી ડિસેમ્બરથી ૯૦ દિવસ નિયત કરવામાં આવી છે.

જો કોઈ પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવ્યું હોય અને તે કૂતરા દ્વારા અન્ય કોઈ નાગરિક પર હુમલો કરવામા ંઆવશે અથવા નાગરિકો તરફથી શ્વાનની ફરિયાદ મળશે, તો મહાનગરપાલિકા દ્વારા પેટ ડોગના માલિક સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન સાથે જ પોલિસીના કેટલાક મહત્વના નિયમો પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે,

જેનું પાલન કરવું તમામ પેટ ડોગ માલિકો માટે અનિવાર્ય છેઃ ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ જ શ્વાનને લઈને જાહેર સ્થળો પર નીકળી શકશે. ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો પાલતુ શ્વાન સાથે જાહેરમાં નીકળી શકશે નહીં. આ પોલિસીનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં પાલતુ શ્વાનોથી થતા અકસ્માતો અને ગેરવ્યવસ્થાને અટકાવીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.