છેલ્લા ૧૪ વર્ષમાં ૯ વાર સ્ટેટ લેવલ અને ૨ વાર નેશનલ લેવલ સાયન્સફેર સુધી પહોચી આ શાળા સિધ્ધી
ઝઘડિયાના મોરતલાવ શાળા ઝોનલેવલ વિજેતા બની સ્ટેટ લેવલ પહોંચી
(પ્રતિનિધિ)ભરૂચ, જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર આયોજીત દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫ નું આયોજન ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં થવા મુકામે કરવામાં આવ્યું હતું.જ્યાં દક્ષિણ ગુજરાતનાં ૭ જીલ્લાઓની પ્રથમ વિજેતા કુલ ૩૫ કૃતિઓ લઈને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પ્રથમ વિજેતા કૂલ ૩૫ કૃતિઓ લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા.
આ ઝોન કક્ષાના પ્રદર્શનમાં ભરૂચ જીલ્લાની પાંચ કૃતિઓ પૈકી બે કૃતિ ઝધડિયા તાલુકાની મોરતલાવ અને બોરજાઈ પ્રાથમિક શાળા હતી.બંને શાળાઓએ ઝોનકક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.તમામ જીલ્લાઓની કઠીન હરીફાઈ વચ્ચે મોરતલાવ શાળાએ શ્રેષ્ઠ અને ઉત્તમ દેખાવ કરી ઝોનકક્ષાએથી વિજેતા બની રાજ્યકક્ષા માટે વિભાગ ૫ સ્વાસ્થ્ય અને સ્વછતામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. આ શાળા આ સિધ્ધી સાથે છેલ્લા ૧૪ વર્ષમાં ૯ વાર સ્ટેટ લેવલ અને ૨ વાર નેશનલ લેવલ સાયન્સફેર સુધી પહોચી છે. આ કોઈ નાનીસૂની સિધ્ધી નથી.
તેઓએ ટોઈલેટની સાફ સફાઈ આધારીત ર્વકિંગ મોડેલનો પ્રોજેકટ રજૂ કરેલ હતો.હાલમા ઘરની કોઈ વ્યક્તિ કે સફાઈ કર્મચારીને ટોઈલેટની સફાઈ કરવામા ખુબ જ તકલીફ પડે છે.ટોઈલેટની સાફ-સફાઈનુ કામ અત્યંત ત્રાસદાયક અને આરોગ્ય માટે પણ હાનિકારક હોય છે.
આ સાફ-સફાઈના કામમા ખુબ વધારે પ્રમાણમા પાણીનો વપરાશ કરવામા આવે છે.ટોઈલેટનો ઉપયોગ કરનાર વ્યક્તિ પણ હાથ કે મોઢુ ધોવા માટે વોશબેઝીનના પાણીનો વપરાશ કરતા હોય છે.આ સાફ-સફાઈની નિત્ય ક્રિયામા ચોખ્ખા પાણીનો અતિશય વપરાશ કરવામા આવે છે.
જ્યારે તેઓની ડિઝાઈન મુજબ આધુનિક ટોઈલેટ બનાવવામા આવે કે જે આપમેળે ટોઈલેટને સાફ કરે છે.જેમા ઓટો સિસ્ટમ લાગેલ હોય ઓટોમેટીક ફિનાઈલનો છંટકાવ થાય છે, ત્યાર બાદ ઓટો બ્રશ ટોઈલેટને સાફ કરી પાણીથી તેને બરાબર ઘોઈને ટોઈલેટને સ્વચ્છ બનાવે છે.આમ, આ આૅટોકલીનીંગ ટોઈલેટ હોઈ તેને સાફ-સફાઈની મુશીબત માથી છુટકારો મળે છે અને સફાઈ કરનાર વ્યક્તિનુ સ્વાસ્થ્ય પણ સચવાઇ જાય છે.
આ મુજબનું ર્વકિંગ મોડેલ વિજ્ઞાન શિક્ષક નિરવ દેવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રિન્સ વસાવા અને જેનિસ વસાવાએ રજૂ કરી તમામ મહેમાનો,અધિકારીઓ, નિર્ણાયકો અને મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શાળા અંતરિયાળ વિસ્તારની ૧૦૦% આદિવાસી ગરીબ બાળકો ધરાવતી શાળા છે. છતાં અન્ય સરકારી કે ખાનગી શાળા, ઈંગ્લીશ મીડિયમ શાળાઓને દર વર્ષે હરીફાઈ આપે છે.
