વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવનારા રામ વનજી સુતારનું નિધન
નવી દિલ્હી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને સંસદમાં ગાંધીજીની પ્રતિમાને આકાર આપનારા પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું બુધવારે મોડી રાત્રે તેમના નોઈડા સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ ૧૦૦ વર્ષના હતા અને ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.
રામ સુતારના પુત્ર અનિલે જણાવ્યું કે, ખૂબ દુઃખ સાથે અમે જણાવીએ છીએ કે મારા પિતા શ્રી રામ વણજી સુતારનું ૧૭ ડિસેમ્બરની મધ્યરાત્રિએ અમારા નિવાસસ્થાને અવસાન થયું છે.૧૯ ફેબ્›આરી, ૧૯૨૫ના રોજ હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લા હેઠળના ગોંડુર ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા સુતારને બાળપણથી જ શિલ્પકામના શોખીન હતા.મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના સુવર્ણ ચંદ્રક વિજેતા સુતાર પાસે સિદ્ધિઓની લાંબી યાદી છે.
સંસદ પરિસરમાં ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓમાંની એક છે.સુતારને ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સુતારને રાજ્યના સર્વાેચ્ચ પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.SS1MS
