શ્રીલીલાની AI જનરેટેડ અશ્લીલ તસવીરો વાયરલ થતાં ફરિયાદ
મુંબઈ, અભિનેત્રી શ્રીલીલાની એઆઈ જનરેટેડ તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થતાં તેણે પોલીસને ફરિયાદ આપી હતી. સાથે સાથે તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે આક્રોશ વ્યક્ત કરી ચાહકોને આવી તસવીરો શેર નહિ કરવા અપીલ કરી હતી.
શ્રીલાલાએ લખ્યું હતું કે હું દરેકને વિનંતી કરું છું કે કોઈ ફાલતુ મેસેજીસ કે તસવીરો શેર કરશો નહિ. એઆઈનો ઘણો સારો ઉપયોગ થઈ શકે છે. ટેકનોલોજી આપણી જિંદગી સરળ બનાવવા માટે છે, તકલીફો વધારવા માટે નહિ. એઆઈના આવા દુરુપયોગનો સપોર્ટ ન કરશો.
ચિન્મયી શ્રીપદા સહિતની સાઉથની ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ શ્રીલીલાની ચિંતાને વાજબી ઠેરવી હતી અને તેને સપોર્ટ આપ્યો હતો. ભૂતકાળમાં રશ્મિકા મંદાના તથા આલિયા ભટ્ટ સહિતની અનેક ફિલ્મી હસ્તીઓ આ રીતે ડીપ ફેકનો શિકાર બની ચૂકી છે.SS1MS
