લગ્ન પહેલાં રશ્મિકા મંદાના બેચલર્સ ટ્રીપ પર ગઈ હોવાની ચર્ચા
મુંબઈ, લાંબા સમયથી ચર્ચા છે કે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફેબ્›આરી મહિનામાં લગ્ન કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તેમણે બેમાંથી કોઈએ આ અંગે ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી. ઓક્ટોબર મહિનામાં તેમણે સગાઈ કરી લીધી હોવાના અનેક અહેવાલો હતા.
રશ્મિકાએ કેટલાક સંકેત આપ્યા હોવાની પણ ચર્ચા હતી. પરંતુ હેલ સોશિયલ મીડિયા પર રશ્મિકાની શ્રીલંકાની ટુરના ફોટો વાયરલ થયા છે અને આ તેની બેચલર ટુર હોવાની ચર્ચા શરૂ થઈ છે. મંગળવારે સાંજે રશ્મિકાએ પોતાના સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથેના પ્રવાસના કેટલાક ફોટો શેર કર્યા હતા.
તેની કૅપ્શનમાં રશ્મિકાએ લખ્યું હતું, “મને હમણા જ બે દિવસની મરજા મળી અને મેં મારી મિત્રો સાથે બહાર જતાં રહેવાની તક ઝડપી લીધી અને અમે શ્રીલંકાની એક સુંદર જગ્યાએ ગયાં..ગર્લ્સ ટ્રિપ – ગમે એટલી ટૂંકી હોય પણ બેસ્ટ હોય. માય ગર્લ્સ આપ ધ બેસ્ટ..અમુક ગેરહાજર છે પણ એ લોકો બેસ્ટ છે..
”આ તસવીરોમાં રશ્મિકા તેની મિત્રો સાથે સમર ડ્રેસમાં જોવા મળી, જે સુંદર સ્થળો પર મજા કરતી જોવા મળે છે. તેની દોસ્તો સાથે સુંદર વાનગીઓની મજા લેતી, પાર્ટી કરતી અને પાર્ટી ડ્રેસમાં તૈયાર થયેલી પણ દેખાય છે. અચાનક આ વેકેશનની તસવીરોથી તેની છુપી બેચલર ટ્રિપના કારણે તેના આવનારાં લગ્ન વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તેના ફૅન્સને વિશ્વાસ છે કે તેનાં લગ્ન પહેલાં આ તેનાં મિત્રો સાથેની બેચલર ટ્રિપ છે.
તેમની સગાઈના અહેવાલો વખતે કેટલાક અહેવાલો એવા હતા કે વિજયની ટીમે કન્ફર્મ કર્યું છે કે તેઓ ફેબ્›આરીમાં લગ્ન કરશે. પરંતુ ત્યાર પછી રશ્મિકા અને વિજય બંનેએ તેમનાં લગ્ન વિશે વાત કરવાનું ટાળ્યું છે. જો વિજય અને રશ્મિકાની ફિલ્મની વાત કરવામાં આવે તો, છેલ્લે રશ્મિકાની આયુષ્યમાન સાથે થામા આવી છે, જે બોક્સ ઓફિસ પર સારી ચાલી છે. આ ઉપરાંત તેની અન્ય એક ફિલ્મ ગર્લફ્રેન્ડ પણ આવી છે. તેણે વિજય સાથે ગીતા ગોવિંદમ અને ડીઅર કોમરેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.SS1MS
