અનન્યા મારી સાથે હોવાથી હું ખુદને ભાગ્યશાળી માનું છું: કાર્તિક
મુંબઈ, બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ક્રિસમસ પર તેની આગામી ફિલ્મ તુ મેરી મે તેરા, મે તેરા તુ મેરીને લઈને આશાવાદી જણાય છે. આ ફિલ્મમાં તેની સાથે હીરોઈન તરીકે અનન્યા પાંડે જોવા મળશે.
કાર્તિકે અનન્યા પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, અનન્યા ફિલ્મમાં મારી સાથે છે, તે મારી સાથે હોવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.કાર્તિકે તેની આગામી ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે આમ જણાવ્યું હતું.
મુંબઈ ખાતે તુ મેરી મે તેરા, મે તેરા તુ મેરીનું ટ્રેલર લોન્ચ યોજાયું હતું. કાર્તિકે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, અનન્યા મારી સાથે છે તેનાથી હું સ્વયંને નસીબદાર માનું છું, તેણે સુંદર કામ કર્યું છે અને તેનું પ્રદર્શન ખૂબ જ સારું છે. તેણે પોતાનો શ્રેષ્ઠ દેખાવ આપ્યો છે જેથી તે પ્રશંસાની હકદાર છે.
દરેક સીનમાં કંઈક આપવું અને મેળવવાની વાત હોય છે. અનન્યાએ જે પ્રકારે ફિલ્મના દ્રશ્યોમાં અભિનય કર્યાે છે તે અને સમીર સરે તેને આપેલી તમામ ડાયરેક્શનની ટિપ્સનો તેણે ખૂબ સારી રીતે પ્રતિભાવ આપ્યો છે. અનન્યાના એક સારી અભિનેત્રી છે. કાર્તિકના મોઢેથી વખાણ સાંભળીને મંચ પર હાજર રહેલી અનન્યા અભિભૂત જણાતી હતી. કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં તેમની આગામી ફિલ્મના પ્રમોશનને લઈને જુદા જુદા શહેરોમાં ફરી રહ્યા છે.
ગત મહિને તેઓ ગુલાબી નગરી ગણાતા જયપુરમાં પહોંચ્યા હતા. પતિ-પત્ની ઓર વો ફિલ્મમાં સાથે ચમકેલી આ બોલિવૂડ જોડી સાત વર્ષ બાદ ફરીથી મોટા પડદે સાથે જોવા મળશે.
કાર્તિકને અનન્યાની એક્ટ્રેસ તરીકેની સફર વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆતમાં મે જ્યારે અનન્યા સાથે કામ કર્યું ત્યારે અને અત્યારે તેનામાં એક નવો જ આત્મવિશ્વાસ જોવા મળે છે. તેની કળા વધુ ખીલી છે. આ ઉપરાંત સ્ક્રીન પર તેમજ બહાર એક વ્યક્તિ તરીકે તેનામાં પરિપક્વતા જોવા મળે છે.SS1MS
