ભીડની ધક્કા-મુક્કીમાં ફસાઈ અભિનેત્રી નિધિ અગ્રવાલ
મુંબઈ, સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલ માટે બુધવારનો દિવસ અત્યંત પરેશાનીભર્યાે રહ્યો હતો. હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ના ગીત લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી નિધિને ફેન્સની બેકાબૂ ભીડનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ ફિલ્મ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠી રહ્યાં છે.
અહેવાલો અનુસાર, બુધવારે હૈદરાબાદમાં ફિલ્મ ‘ધ રાજા સાબ’ના એક ભવ્ય મ્યુઝિક લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે નિધિ અગ્રવાલ બહાર નીકળીને પોતાની કાર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક મોટી સંખ્યામાં ફેન્સ તેની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે તૂટી પડ્યા હતા.વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો નિધિને ઘેરી વળ્યા હતા અને ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા.
આ ભીડમાં નિધિ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને તે અત્યંત અસ્વસ્થ અને ગભરાયેલી જોવા મળી હતી. બાઉન્સરો હોવા છતાં ભીડ એટલી બેકાબૂ હતી કે અભિનેત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવી મુશ્કેલ બની ગઈ હતી.
નિધિ અગ્રવાલ સાથે થયેલી આ ગેરવર્તણૂક બાદ સોશિયલ મીડિયા પર લોકો અને અન્ય સેલિબ્રિટીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાે છે. મેનેજમેન્ટની નિષ્ફળતાઃ યુઝર્સે ટીકા કરી છે કે જ્યારે ખબર હતી કે મોટી સંખ્યામાં ફેન્સ આવવાના છે, તો પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી? એક યુઝરે લખ્યું, ‘આમાં ભીડનો વાંક ઓછો અને મેનેજમેન્ટની બેદરકારી વધુ છે.’ અનેક કલાકારોએ આ ઘટનાને ભયાનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘કોઈ પણ કલાકાર સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે.’સોશિયલ મીડિયા પર લોકો ફેન્સને પણ સલાહ આપી રહ્યા છે કે કલાકારોનું સન્માન કરવું જોઈએ અને તેમની અંગત સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.SS1MS
